સાચેમાં ૨ હજાર રૂપિયાની નોટ બંધ થવાની છે ? જાણો શું છે આ વાયરલ મેસેજની હકીકત

Spread the love

સોશિયલ મિડિયામાં રોજ કોઈ ને કોઈ આંચકાજનક મેસેજ આવતો હોય છે પરંતુ ક્યારેક જ કોઈ મેસેજ સાચો હોય છે.

એમ તો નોટબંધી અગાઉ ૨ હજારની નવી નોટનો ય મેસેજ ફરતો હતો પણ અલગ અલગ નોટો અને સિક્કાઓના રોજ નવા નવા મેસેજ આવતા હોય છે એટલે કોઈ એને સાચું નહોતું માનતું પણ એ મેસેજ નીકળેલો સાચો.

હવે અત્યારે એક મેસેજ ફરી રહ્યો છે એમાં લખેલું છે કે, રિઝર્વ બેંક ૨ હજાર રૂપિયાની બધી જ નોટો પાછી ખેંચવા જઈ રહી છે.

તમે ફક્ત ૧૦ દિવસમાં ૫૦ હજાર રૂપિયા જ એક્સચેન્જ કરી શકશો. એટલે હવે તમારી ૨ હજારની નોટો બને એટલી જલ્દી બદલવાની શરુ કરી દો, ૧૦ ઓક્ટોબર ૨૦૧૯ પછી તમે તમારી ૨ હજારની નોટ બદલી નહીં શકો.

સોશિયલ મીડિયા પર કેટલાય લોકો આ મેસેજને શેર પણ કરી રહ્યા છે. કેટલાક લોકો તો આને સાચું ય માની લે છે.


Source: thequint

સાચું શું છે ?

જયારે આ મેસેજની તપાસ કરી તો ખબર પડી કે RBI એ ગયા મહિના ૧ અઠવાડિયામાં આવું કોઈ નોટીફીકેશન જાહેર નથી કર્યું.

RBI ની વેબસાઈટ પર પણ કોઈ આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. આરબીઆઈના ડીપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના સીજીએમ યોગેશ દયાળે પણ આ વાતથી સ્પષ્ટ ના પાડી દીધી છે.


Source: asia

હકીકતમાં ૨ હજાર રૂપિયાની નોટ બંધ હટવાની અફવા પહેલા પણ કેટલીય વખત ફેલાઈ ચુકી છે. સોશિયલ મીડિયા પર કેટલાક શરારતી તત્વ આવી રીતે લોકોને ગુમરાહ કરવાના પ્રયત્નો કરે છે.

વર્ષ ૨૦૧૮ માં પણ આ પ્રકારનો એક મેસેજ ઘણો વાયરલ થયો હતો. ત્યારે ખુદ આર.બી.આઈ. અને સરકારે આ અંગે જવાબ આપવો પડ્યો હતો.


Source: business today

જો તમને પણ ૨ હજાર રૂપિયાની નોટ બંધ થવાના સંબંધિત કોઈ મેસેજ ક્મયારેય પણ ળે તો તેને શેર કરતા અગાઉ આ અંગે એકવાર આરબીઆઈની વેબસાઈટ જરૂરથી ચેક કરી લેવી.