પ્રખ્યાત ક્રિકેટર એબી ડીવિલિયર્સે કરી નિવૃત્તિની જાહેરાત, કારણ છે કંઈક આવું

Spread the love

૩૪ વર્ષીય પ્રખ્યાત ક્રિકેટર એબી ડીવિલિયર્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. જે ક્રિકેટના મિસ્ટર 360 ડીગ્રી તરીકે પણ ઓળખાય છે, તે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા નહી મળે, તેમણે ટ્વીટર પર વિડીયો પોસ્ટ કરીને રીટાયરમેંટની જાહેરાત કરી છે. આઇપીએલ ૨૦૧૮ પૂરી થઇ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કવોલિફાયરમાં પણ પહોંચી ના શક્યું. ડીવિલિયર્સ આ ટીમના કેપ્ટન હતા.

તેમણે વિડીયોમાં કહ્યું, મેં અત્યારથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો છે, ૧૧૪ ટેસ્ટ મેચ, ૨૨૮ વનડે મેચ અને ૭૮ ટી – ટ્વેંટી મેચ બાદ હવે મને લાગે છે કે નવા ખેલાડીઓને જગ્યા મળવી જોઈએ. મને તક મળી અને હવે જો ખરેખર કહું તો હું થાકી ગયો છું.

આ ઉપરાંત તેમણે કહ્યું, ‘આ એક અઘરો નિર્ણય હતો. મેં તે અંગે ઘણું વિચાર્યું અને હુ ઈચ્છું છું કે જયારે હુ સારું ક્રિકેટ રમી રહ્યો છું ત્યારે જ ક્રિકેટને અલવિદા કહી દઉં. ભારત અને ઓસ્ટ્રેલિયા સામે સારી જીત બાદ મને લાગે છે કે આ યોગ્ય સમય છે.