IAF કમાંડર ‘અભિનંદન’ નું ભારત પરત આવવા પાછળ મોદી નહીં પણ આ કારણ છે જવાબદાર

Spread the love

ભારતના IAF કમાંડર ‘અભિનંદન’ ની પાકિસ્તાને ધરપકડ કરી હતી, ત્યારબાદ તેના વિડીયો અને ફોટો જાહેર કર્યા હતાં, બાદમાં ઇમરાન ખાને ગુરુવારે પાકિસ્તાની સંસદમાં જાહેરાત કરતાં કહ્યું હતું કે તેઓ આવતીકાલે ‘અભિનંદન’ને ભારત પરત મોકલશે.

ત્યારે કેટલાક રાજકીય ફાયદા ઉઠાવવા માંગતા લોકો તેમાં પણ મોદીના કારણે અભિનંદન પાછા આવ્યા તેવી વાતો કરી રહ્યા છે. દરેક વાતમાં રાજકારણ જોતા લોકો તેવી વાતો ફેલાવી રહ્યા છે કે મોદીની કૂટનિતીના કારણે અભિનંદનને પરત મોકલવામાં આવશે.

પરંતુ આ બાબત પાછળ કારણ કંઈક અલગ છે. હકીકતમાં યુદ્ધબંધીઓના અધિકારોનું હનન ના થાય તે માટે જીનીવા કન્વેન્શન થયું હતું. તેનો હેતુ હતો કે યુદ્ધ વખતે માનવીય અધિકારો અને મુલ્યોને જાળવી રાખવા કાયદો તૈયાર કરવો.

ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ અનુસાર, જીનીવા કન્વેન્શનમાં યુદ્ધ દરમિયાન પકડવામાં આવેલા સૈનિકોના અધિકારોના રક્ષા સંદર્ભે નિયમો છે. તેમાં જણાવાયું છે કે યુદ્ધ દરમિયાન બંધક બનાવવામાં આવેલા સૈનિકો અને ઘાયલો સાથે કેવું વર્તન કરવાનું છે.

તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે યુદ્ધ કેદીઓના શું અધિકારો છે….

શું કહે છે જીનીવા કન્વેન્શનના નિયમો ?

યુદ્ધ દરમિયાન ઘાયલ થનારા યુદ્ધ કેદીઓની સારી રીતે સારવાર થવી જોઈએ.

યુદ્ધ કેદીઓ સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર ના થવો જોઈએ.

તેમના સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ ના થવો જોઈએ.

તેમને દરેક પ્રકારની કાયદાકીય સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી પડે.

યુદ્ધકેદીઓને ડરાવી કે ધમકાવી ના શકાય.

તેમને અપમાનિત કરી ના શકાય.

યુદ્ધકેદીઓ પર કેસ ચલાવી શકાય.

યુદ્ધ બાદ યુદ્ધકેદીઓને પાછા મોકલવાના હોય છે.

યુદ્ધકેદીઓને ફક્ત તેમના નામ, સૈન્ય પદ, નંબર અને યુનિટ વિશે જ પૂછી શકાય.

સંધિ હેઠળ યુદ્ધકેદીઓને ખાવા પીવા અને જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ આપવામાં આવે છે.

પાકિસ્તાને બુધવારે દાવો કર્યો હતો કે તેમણે ભારતીય વાયુસેનાના પાયલોટની ધરપકડ કરી છે. તો બાદમાં આ પાયલોટની ઓળખ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન તરીકે થઇ હતી.

ભારત અને પાકિસ્તાન બન્નેએ જીનીવા કન્વેન્શનમાં ૧૯૪૯ સુધી જે ફેરફાર થયા હતા, તે દરેક પર સહમતી દર્શાવી હતી. જો કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નથી ચાલી રહ્યું પરંતુ સરહદ પર જે તે સમયે પરિસ્થિતિ તંગદીલીભરી થઈ ગઈ હતી.

ત્યારે પાકિસ્તાને કોઈ પણ સંજોગોમાં અભિનંદનને ભારત પરત મોકલવા જરૂરી થઇ ગયા હતાં, કારણ કે જો આ સંધિ પ્રમાણે પાકિસ્તાન કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કરે તો આંતરરાષ્ટ્રીય કાયદા વ્યવસ્થા પ્રમાણે પાકિસ્તાન દોષિત જાહેર થઈ જાય, તેનાથી બચવા માટે પાકિસ્તાનને આ મજબુરી ઉભી થઇ ગઈ હતી.

તો ઘણા લોકો આ બાબતને ઇમરાન ખાનની સદભાવના ગણાવી રહ્યા હતાં, તો આમાં કોઈ સદભાવના નથી, પાકિસ્તાનની મજબુરી છે અને જીનીવા કરાર પ્રમાણે પાકિસ્તાને અભિનંદનને પરત મોકલવા પડ્યા છે.

તથ્યહીન વાયરલ મેસેજીસ ફેરવતા લોકો સુધી આ વાત પહોંચાડવા વધુ ને વધુ લોકો સુધી શેર કરો..