બેસ્ટ ઓફ રેસિપીઝ : ઘરે બનાવો બહાર જેવી જ આલુ ટિક્કી, જુઓ સરળ રીત

Spread the love

આજે અમે તમારા માટે લાવ્યા છીએ આલુ ટિક્કીની રેસિપી. આલું ટિક્કી એક સરસ મજાનો ચટપટો નાસ્તો છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. કેટલાક લોકોને તો એ એટલી ભાવે છે કે તેનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જતું હોય છે. જો તમારા મોઢામાં પણ પાણી આવે છે તો કોઈ ચિંતાની વાત નથી. તમે અમારી સ્પેશીયલ આલું ટિક્કી બનાવવાની રેસિપી વાંચી લો, સેવ કરી લો અને આજે જ ટ્રાય કરો. અમને પૂરો ભરોસો છે કે આલું ટિક્કીની રેસિપી તમને જરૂરથી પસંદ આવશે.

આલુ ટિક્કી બનાવવાની સરળ રેસિપી :

જરૂરી સામગ્રી :

 • બટાકા – ૫ (બાફેલા),
 • વટાણા – અડધો કપ
 • બ્રેડ ક્રમ્સ : ૫ ચમચી (તેના સ્થાને સોજી પણ ચાલે)
 • કોર્ન ફ્લોર – ૧ મોટી ચમચી
 • આદુ – ૧ નાની ચમચી (છીણેલું)
 • કોથમીર – ૨ મોટી ચમચી
 • લીલા મરચા – ૨ (ઝીણા સમારેલા)
 • ગરમ મસાલા પાઉડર – ૧ નાની ચમચી
 • લાલ મરચું પાઉડર – ૧ નાની ચમચી
 • ખાંડ – ૧ નાની ચમચી
 • તેલ – તળવા માટે
 • મીઠું – સ્વાદાનુસાર

આલું ટિક્કી બનાવવાની રીત :

આલુ ટિક્કી રેસિપી : આલું ટિક્કી બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાની છાલ કાઢીને તેને મેશ કરી લેવા, ત્યારબાદ વટાણાને ઉકળતા પાણીમાં ૫ મિનીટ સુધી બાફવા.  બાફ્યા બાદ પાણીને નીતારી લેવું.

હવે મેશ કરેલા (છુંદેલા) બટાકામાં વટાણા, બ્રેડક્રમ્બ, કોર્ન ફ્લોર, આદુ, કોથમીર, લીલા મરચા, ગરમ મસાલા, લાલ મરચું પાઉડર, લીંબુ, ખાંડ અને મીઠું મિલાવીને એકદમ ભળી જાય તેવું મિશ્રણ કરી દેવું.

આ મિશ્રણની ગોળીઓ બનાવીને તેને ટિક્કીના આકારમાં ઢાળીને બન્ને તરફથી બ્રેડક્ર્મ્બ લગાવી દેવું.

હવે એક નોન સ્ટીક તવામાં તેલ નાખીને ગરમ કરવું, તેલ ગરમ થાય તો તેના પર ટિક્કી બન્ને બાજુથી સોનેરી રંગની થાય ત્યાં સુધી શેકવી.

તમારી આલું ટિક્કી બનાવવાનું કામ થયું પૂરું. સ્વાદિષ્ટ આલું ટિક્કી થઇ ગઈ એકદમ આસાનીથી તૈયાર. હવે તેને ગરમ ગરમ પ્લેટમાં ઉતારીને ટોમેટો સોસ અથવા કોઇપણ પસંદ પડતી ચટણી સાથે પીરસીને માણો તેનો સ્વાદ.