રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની હાર.. અલગ અલગ સર્વેમાં આવ્યું આ આંચકાજનક તારણ..

Spread the love

ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર સોમવારે પેટા ચૂંટણી યોજાઈ, જેમાં સૌથી વધારે ચર્ચાસ્પદ પાટણ જિલ્લાની રાધનપુર બેઠક રહી. આ બેઠક પર કોંગ્રેસમાંથી છેલ્લા એક વર્ષથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જતા પેટા ચૂંટણી આવી હતી.

ભાજપમાંથી આ બેઠક પર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાંથી રઘુનાથ દેસાઈ મેદાનમાં ઉતર્યા હતા. રાધનપુર વિધાનસભા પહેલેથી જ અલગ અલગ ઈતિહાસ સર્જતી રહી છે.  આ વખતે પણ રાધનપુર બેઠક પર સૌની નજર હતી.

કોંગ્રેસમાં રહીને ભાજપ અને ભાજપની સરકારનો અનેક મુદ્દે વિરોધ કર્યા બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જતા લોકોએ જૂની વાતો યાદ કરાવી હતી તો સામે છેડે કોંગ્રેસે પણ મજબુત ઉમેદવાર ઉતારતા મુકાબલો જોવા જેવો બન્યો હતો.

બન્ને પક્ષેથી ચૂંટણી જીતવા છેક સુધીની મહેનત કરવામાં આવ્યા બાદ હવે પરિણામો પર સૌની નજર છે ત્યારે ખાનગી ન્યુઝ ચેનલોમાં એક્સપર્ટસ દ્વારા તારણો આપવામાં આવી રહ્યા છે જે ભાજપ માટે અને અલ્પેશ ઠાકોર માટે ચોંકાવનારા છે.

એક ખાનગી ગુજરાતી ન્યુઝ ચેનલ પર મહત્તમ પત્રકારોએ અલ્પેશ ઠાકોરની હાર થશે તેવું જણાવ્યું છે અને એટલું જ નહીં પણ કોંગ્રેસના રઘુનાથ દેસાઈની ૬ હજાર જેટલા મતોથી જીત થશે તેવું કહ્યું હતું, તો અન્ય એક ન્યુઝ ચેનલે પણ પક્ષ પલટાની વિરુદ્ધ જનતાએ ખુલીને મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથ દેસાઈ સમાજમાં અનેક વખત મોટા કામો કરી ચુક્યા છે, સેવાઓ આપી ચુક્યા છે.

તેઓ વર્ષોથી પક્ષમાંથી રાધનપુર બેઠકથી ટીકીટ માંગી રહ્યા હતા ત્યારે આ વખતે તેમને છેક તક મળતા તેમણે જીતવા માટે કોઈ કસર છોડી નહોતી અને ઘણી મહેનત કરી હતી.

આમ જો રાધનપુર વિધાનસભા બેઠક પર અલ્પેશ ઠાકોરની હાર થાય છે તો તેઓનું મંત્રી બનવાનું તો દુર પણ કોંગ્રેસમાં જે ધારાસભ્ય પદે હતા તે પણ ગુમાવવું પડશે.

તો સામાન્ય લોકો અને ભાજપમાં પણ પક્ષ પલટા કરનારા નેતાઓ સામે રોષ પ્રવર્તી રહ્યો હતો, ભાજપ સંગઠન પણ પક્ષ પલટા કરનારા નેતાઓ સાથે કામ કરવા તૈયાર નથી થઇ રહ્યા.

વર્ષોથી મહેનત કરતા મૂળ કાર્યકરોની અવગણના કરી પક્ષ પલટુઓને તેમના નેતા બનાવી દેવાની નીતિ સામે સંગઠન પણ તેઓને જીતાડવા એટલું સક્રિય રહ્યું નહોતું.

જો કે અમુક ચેનલોના સર્વે દરેક બેઠક પર ભાજપની જીતના પણ દાવા કરી રહ્યા છે પરંતુ વ્ગુયુઅરશીપમાં જરાતની ટોચની જે ચેનલ છે તેમાં હારના દાવા કરવામાં આવી રહ્યા છે.. એટલે જો તેમનું માનીએ તો અલ્પેશ ઠાકોરની હાર થઇ શકે તેમ છે..

આ પેટા ચૂંટણીમાં ભાજપમાં પણ મોટાભાગની બેઠકો પર આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો, તો સામે છેડે કોંગ્રેસમાં શાંતિ પૂર્વક અને સમજાવટથી ટીકીટ આપવામાં આવતા એટલો આંતરિક ડખો જોવા મળ્યો નહોતો તેથી આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહે તેવો મત નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

ત્યારે હવે આ બધી વાતો અને દાવા કેટલા સાચા પડે છે તે ૨૪ તારીખે ગુરુવારે જ જોવું રહ્યું….