૩૭૦ ની કલમ નાબુદ થવાથી શું ફાયદા થશે ? જાણો એક ક્લિક પર..

Spread the love

પહેલા જમ્મુ કાશ્મીરમાં બહારના લોકો જમીન નહોતા ખરીદી શકતા. હવે 370 ની કલમ હટવાથી બહારના લોકો જમ્મુ – કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.

જમમજ કાશ્મીર વિધાનસભાનું કાર્યકાળ 6 વર્ષનો રહેતો હતો. હવેથી રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે, અન્ય રાજ્યોની જેમ.

લોકસભા અને રાજ્યસભા અગાઉ જમ્મુ કાશ્મીરને લઈને મર્યાદિત ક્ષેત્રમાં કાયદો બનાવી શકતી હતું. હવે સંસદ જમ્મુ કાશ્મીરથી જોડાયેલા બધા જ પ્રકારના કાયદા બનાવી શકશે.

જમ્મુ કાશ્મીરની કોઈ મહિલા બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે તો રાજ્યની નાગરિકતા ખતમ થઈ જતી. કાશ્મીરની મહિલાઓ ભારત કે દુનિયાના કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરે તેની નાગરિકતાનો કોઈ ઇશ્યુ રહેશે નહીં.

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પંચાયતની પાસે કોઈ અધિકાર નહોતો, રાજ્યની પંચાયતોને સમગ્ર ભારતની જેમ અધિકારો મળશે.

લઘુમતી હિંદુઓ અને સિખોને ૧૬ ટકા અનામત નહોતી મળતી. સરકારી નોકરીઓમાં હિંદુઓ, સિખોને અનામત મળશે.

જમ્મુ કાશ્મીર રાજ્યનો ઝંડો અલગ રહેતો હતો. હવે અલગ ઝંડો નહીં રહે.

જમ્મુ કાશ્મીરના નાગરિકોની પાસે બે નાગરિકા રહેતી હતી. હવે રાજ્યના નાગરિકો સામાન્ય ભારતીય જ રહેશે, બે નાગરિકતા ખત્મ થશે.

ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય ચિન્હોનું અપમાન કરવાથી ગુનો નહોતો લાગતો. હવે ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય ચિન્હોનું અપમાન કરવા પર સજા મળશે.

સુચનાના અધિકારનો કાયદો લાગુ નહોતો રહેતો. હવે રાજ્યમાં RTI નો કાયદો લાગુ રહેશે.

રાજ્યમાં શિક્ષણના અધિકારનો કાયદો RTE લાગુ નહોતો, હવેથી જમ્મુ કાશ્મીરના બાળકોને શિક્ષણના અધિકારનો પણ લાભ મળશે.

તો જમ્મુ કાશ્મીરમાં કોઈ બહારનું વ્યક્તિ જમીન ખરીદી નહોતું શકતું તેનાથી નવા બહારના ઉદ્યોગો આવી નહોતા શકતા. હવે ત્યાં કંપનીઓને પ્રવેશ મળી શકશે જેનાથી સ્થાનિક કક્ષાએ વિકાસ થશે અને સ્થાનિકોને રોજગારી મળશે.

સ્થાનિકોને રોજગારી મળવાને કારણે તેઓ અન્ય પ્રવૃત્તિ પરથી આવક મેળવવામાં રસ ધરાવશે અને રાજ્યનો આર્થિક વિકાસ થશે. જો કે કલમ ૩૭૦ હટવાથી ધરતી પરના સ્વર્ગમાં ઉદ્યોગો આવે અને પ્રદુષણ વધે તો તેનું કુદરતી સૌન્દર્ય અને વિશેષતા છે તેમાં તકલીફ થઇ શકે છે પરંતુ નીતિ નિયમોના કડક અમલીકરણથી વધુ પ્નારદુષણ  થાય અને જમ્મુ કાશ્મીરના લોકોને લાભ થાય તે વધારે સારું રહેશે.

તો સાથે જ જે અલગાવવાદી પ્રવૃત્તિઓ હતી તેના પર પણ લગામ લાગશે, હવે સત્તાવાર રીતે જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાઈ જતા અલગાવવાદની વાત અને મુદ્દાનો છેદ ઉડી ગયો છે જેનાથી સ્થાનિક સમસ્યાઓનો અંત આવી શકે છે.

જે તે વખતે સમયની માંગ પ્રમાણે ૩૭૦ ની કલમ જરૂરી હતી, હવેના સમયની માંગ પ્રમાણે તેની જરૂર ના રહેતા તેને હટાવવામાં આવી છે તેથી સ્થાનિક કક્ષાએ જમ્મુ કાશ્મીરમાં ચોક્કસથી ઘણા લાભ થશે.

માત્ર જોક્સ વાયરલ કરવા અને ફોરવર્ડ કરવા કરતા હકીકતમાં જાણવા જેવી આ વાતને જરૂરથી શેર કરજો તો લોકોને જાણકારી મળે..