એશિયા કપ, છેલ્લી 10 ઓવરે આખી સિરીઝને ફ્લોપ કરતા બચાવી લીધી

Spread the love

એશિયાકપમાં જે અનુમાન હતુ એ જ થયુંં..ભારત જીતી ગયુ. પરંતુ આ રીતે આખી સિરીઝ ફ્લોપ રહેશે એનો અંદાજ કોઈએ નહી લગાવ્યો હોય..

પાકિસ્તાન સામેની નિરસ મેચ

ભારત પાકિસ્તાનની મેચમાં પહેલીવાર આટલી બધી નિરસતા જોવા મળી. એક તરફી પરિણામ જોવા મળ્યુ. જે અત્યાર સુધી જોવા ન હોતુ મળતુ. એક સમયે સચિન,સૌરવ,દ્રવિડની સામે અખ્તર,અક્રમ,વકારની લડાઈ જોવામાં જે મજા હતી એ મજા આજે નથી. ખાલી વાતો થઈ પાકિસ્તાનની મેચને લઈને.

અફઘાનિસ્તાન બન્યુ અફલાતૂન

ભારત સામેની મેચમાં અફઘાનિસ્તાને જે રીતે ટાઈ પડી. જાડેજા જેવા ધૂરંધરને મુશ્કેલી થઈ અને આખરે વિલન બનીને બહાર આવ્યો. લંકાની લડાઈ હવે ખતમ, 1996 ની વિશ્વચેમ્પિયન ટીમના આવા ખરાબ હાલ થાય.

એક સમયે ઝિમ્બાબ્વે,કેન્યા જેવી ટીમોના હાલ થતા એવા હાલ શ્રીલંકાના થયા.. લાગે છે કે શ્રીલંકાને લડવા માટે જયસુર્યા,ડિસિલ્વા,ચામિડા વાસ ,મુરલી જેવા ખેલાડીઓની જરુર છે. નહિતર શ્રીલંકા ખતમ થઈ જશે.

ભારત માટે શું મેસેજ ?

આજે પણકોહલી વિના ટીમ ઈન્ડિયાની બેટીંગમાં પુરેપુરો ભરોસો નથી આવતો. એટલા માટે બોલર તો પોતાની જવાબદારી નિભાવે છે. બેટ્સમેન ઈંગ્લેન્ડના કારમા પરાજય પછી પણ રંગમાં નથી..

શું ક્રિકેટની જીત થઈ ?

છેલ્લી 10 ઓવરનાં રોમાંચમાં ભારતની જીતની સાથે સાથે ક્રિકેટની જીત થઈ છે કારણકે છેલ્લા કેટલાક સમયથી 50 ઓવરની મેચમાં નિરસતા જોવા મળી રહી છે તેને જીવતદાન મળી ગયું છે.

  • જનક સુતરીયા
    (તેઓ ગુજરાતની પ્રતિષ્ઠિત મિડિયા ચેનલોમાં એન્કર તેમજ પત્રકાર તરીકેની ભૂમિકા ભજવી ચુક્યા છે અને હાલમાં પણ એક વિખ્યાત ન્યુઝ ચેનલમાં એન્કર છે)