હાર્દિક પર હુમલો કરનાર અસામાજિક તત્વ ભાજપનો માણસ.. જાણો તેના વિશે

Spread the love

ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં મોટાપાયે હારી રહી છે, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ભાજપનો સફાયો થઇ રહ્યો છે ત્યારે ભાજપના લોકો હાંફળા ફાંફળા થઇ ચુક્યા છે અને સૌથી વધુ નિશાને હાર્દિક પટેલેન બનાવી રહ્યા છે.

સોશિયલ મિડિયા પર હાર્દિક વિશે અફવાઓ ફેલાવવા અને જેમ તેમ લખવા પરથી હવે અસામાજિક તત્વો હાર્દિક પટેલના સ્ટેજ સુધી પહોંચી ગયા છે.

તરુણ ગજ્જર નામના ભાજપના માણસે હાર્દિકને સ્ટેજ પર જઈને અચાનક લાફો મારી દીધો હતો, જો કે જીતુ વાઘાણીએ આ ઘટનાને નાટક ગણાવ્યું, ભાજપના અન્ય નેતાઓએ પણ આ બાબતને સ્ટંટ ગણાવ્યું પરંતુ હકીકતમાં આ તરુણ ગજ્જર ભાજપનો જ માણસ નિકળતા ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહીત સમગ્ર ભાજપનું જુઠ્ઠાણું ઉઘાડું પડી ગયું છે.

છેક કડીના જાસલપુરથી સુરેન્દ્રનગર લોકસભાના બલદાણા સુધી ધક્કો ખાવા બીજું કોઈ નવરું પણ ના હોય ને કોઈને એટલે દુર બેઠા ખબર પણ ના હોય કે ત્યાં હાર્દિક પટેલની સભા હશે. તો હાર્દિક હજુસુધી ધારાસભ્ય કે સાંસદ નથી બન્યો કે કોઈને તેની પાસે જવાબ માંગવાનો હક હોય.

જવાબ તો સત્તાધારી ભાજપ સરકાર જોડેથી લેવાના હોય, હાર્દિકે તો અનામત અપાવવાની વાત કરી હતી અને તેના સમાજ સહીત દેશભરના સવર્ણોને અનામત અપાવી દીધી છે, પછી તેને લોકશાહીમાં હક છે કે તે રાજનીતિમાં જોડાવું હોય તો જોડાઈ શકે છે.

ભાજપ દ્વારા હાર્દિક પટેલને બદનામ કરવા માટે ખોટા આરોપો લગવામાં આવતા રહ્યા છે, ત્યારે આજે તો ભાજપે હદ જ કરી નાખી. હાર્દિક સાથે બનેલી ઘટનાની નિંદા કરવાને બદલે જાણે આવી હિંસાનું સમર્થન કરતાં હોય તેવા બિનલોકશાહી નિવેદનો ભાજપ દ્વારા આપવામાં આવ્યા.

આ હુમલો કરનાર વ્યક્તિ ના તો પાટીદાર સમાજનો છે, ના તો તેને હાર્દિક જોડે કઈ લેવાદેવા છે, ઉપરાંત ભાજપના નેતાઓ સાથે તેના ફોટા છે, ભાજપની મીટીંગોમાં તેની હાજરી રહી છે, ભાજપનો શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ પણ છે. આમ તે ભાજપનો જ માણસ છે.

જીતુ વાઘાણી તો એટલે સુધી બોલ્યા કે આવું બધું કરવા એમને બીજા કોઈની જરૂર નથી, એમના કાર્યકરો જ કાફી છે. એટલે આ પ્રકારે હજુ તેઓ હિંસક ઉશ્કેરણી કરતાં હોય અને ધમકી ઉચ્ચારતા હોય તેવું સાબિત કરે છે.

આં તરુણ ગજ્જરની હકીકત તેનું ફેસબુક એકાઉન્ટ તપાસતા ખબર પડી છે, તો આ ઉપરાંત પાટીદારો દ્વારા આ તરુણ નામના યુવક જોડેથી છરી મળી હોવાનો પણ આક્ષેપ મુકવામાં આવી રહ્યો છે.

ત્યારે અન્ય પક્ષના સ્ટાર પ્રચારકોને ભાજપ સરકાર સુરક્ષા આપી નથી રહી તેથી જ આવી ઘટનાઓ બની રહી છે આ ઉપરાંત ભાજપ સામે પડેલા અન્ય પાટીદાર આંદોલનકારી રેશમા પટેલ પર પણ આવા જ સમયે હુમલો થયો હતો ત્યારે ખરેખર આ ઘટનાઓ અંગે જાતજાતની શંકાઓ ઉપજવા લાગી છે.