વરસાદમાં ‘ફંગલ ઇન્ફેકશન’ થી રહો સુરક્ષિત, વાંચો આ ટિપ્સ..

Spread the love

ચોમાસું ના માત્ર કાળઝાળ ગરમી જ પરંતુ ગરમીથી થતી ઘણીબધી બીમારીઓથી પણ રાહત આપે છે, પરંતુ વરસાદની આ સિઝન પોતાની સાથે ઘણી સ્વાસ્થ્ય અને સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ લઈને આવે છે. ચામડી પર લાલ ચકામા, રેશિસ જેવી સમસ્યાઓ સાથે વધુ એક તકલીફ આવે છે અને તે છે ‘ફંગલ ઇન્ફેકશન’ જેને સાદી ભાષામાં ‘દાદર’ કહેવાય છે. વરસાદની શરૂઆત થયા બાદ ફંગલ ઇન્ફેકશનના દર્દીઓની સંખ્યા વધી જાય છે.

ફંગસ ઉત્પન્ન કરનારા જીવાણું સામાન્ય રીતે વરસાદ દરમિયાન ઘણા ઝડપથી ફેલાઈ જતા હોય છે. તે સામાન્ય રીતે શરીરને નજરઅંદાજ કરવામાં આવતા અંગો જેમકે પગની આંગળીઓના સાંધા પર, તેની સાઈડમાં અથવા તો તેવી જગ્યાએ કે જ્યાં જીવાણુંઓનું સંક્રમણ ઘણા ઝડપથી થાય છે, ત્યાં ફેલાય છે.

સામાન્ય રીતે વરસાદ દરમિયાન લોકો વરસાદમાં પલળ્યા બાદ ત્વચાનું ધ્યાન નથી રાખતા. પરંતુ આ નાની બેદરકારી ઘણીવાર ફંગસનું સંક્રમિત થવાનું કારણ બની જાય છે. ફંગલ ઇન્ફેકશનથી બચવા માટે ઘણું જરૂરી છે કે તમે તે વાતનું ધ્યાન રાખો કે ત્વચા વધારે સમય સુધી ભીની ના રહે.

આ સમસ્યા જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ઘણી વધી જાય છે

સ્કાલ્પમાં થનારા ફંગલ ઇન્ફેકશનના લક્ષણ સામાન્ય ઇન્ફેકશનથી અલગ હોય છે. સામાન્ય રીતે સ્કેલ્પ પર નાની નાની ફોડલી, દાણા અથવા ભીંગડાના રૂપે દેખાય છે. તમને આવા કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક નિષ્ણાંતનો સંપર્ક કરવો નહિતર સમય પર ઈલાજ ના થતા આ કારણથી તમને વાળ ઉતરવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આ સમસ્યાથી બચવા માટે પોતાને ચોખ્ખા અને કોરા રાખવા જરૂરી છે. આ સાથે જ એન્ટી બેકટેરીયલ સાબુના ઉપયોગથી તમે પોતાને દાદરથી દુર રાખી શકો છો. આ સિવાય તમારા કપડા પણ નિયમિત રીતે ધોવા. વરસાદમાં જો તમારા કપડામાં કીચડ કે માટી ચોંટી જાય તો તેને તાત્કાલિક ધોઈ લેવા. તેનાથી પણ દાદરથી બચી શકાશે.

છેલ્લા એક મહિનાથી આ સમસ્યા સાથે જોડાયેલા અનેક કેસ સામે આવ્યા છે, તેવામાં તમારે સતર્ક રહેવું જરૂરી છે. જો તમારી સ્કીન પર કંઈપણ અજુગતું નજર આવે તો તરત જ કોઈ સારા સ્કીન સ્પેશીયાલીસ્ટનો સંપર્ક કરવો, કારણકે વરસાદ દરમિયાન સ્કીન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. નિષ્ણાંતની સલાહ લેવી, જેનાથી ફંગલ ઇન્ફેકશનથી તમે સંપૂર્ણ રીતે મુક્ત રહી શકો.