‘નકલમાં અક્કલ ના હોય’..!! ભાજપે કોંગ્રેસનું સૂત્ર કોપી તો કર્યું પણ..

Spread the love

૨૦૧૪ લોકસભાની ચૂંટણીનો સમય હતો, કોંગ્રેસે અનેક અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો સાથે મળીને ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો બનાવડાવ્યો, જાહેર કર્યો અને ભાજપે આ ચૂંટણી ઢંઢેરાને બેઠો ઉઠાવી લીધો અને પોતાના નામે જાહેર કર્યો.

કોંગ્રેસ પક્ષ દેશનો સૌથી જુનો રાજકીય પક્ષ છે. કોંગ્રેસ જોડે અનુભવ, આવડત, બુદ્ધિજીવી નેતાઓ સહિતના ગુણો છે, ઘણી વખત કોંગ્રેસની જાહેરાતો અને વાતો સામે ભાજપ વામણી પુરવાર થાય છે.

ત્યારે ફરીએકવાર ભાજપે કોંગ્રેસની કોઈ બાબતને કોપી કરી હોવાનું સામે આવ્યું છે. મેનિફેસ્ટો, યોજનાઓ બાદ હવે ભાજપે કોંગ્રેસના સુત્રને પણ કોપી કર્યું છે.

ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રચાર માટે પ્રોફેશનલ એજન્સીઓની મદદ લે છે, જયારે કે કોંગ્રેસ પક્ષમાં કાર્યકરોની સલાહો અને સૂચનો લેવામાં આવે છે.

આવ જ એક કોંગ્રેસ સોશિયલ મિડિયાના કમિટી મેમ્બર જિગર વાઘેલાએ આણંદ લોકસભાથી એક સૂત્ર મુકીને શરુઆત કરી હતી, સૂત્ર છે ‘આપણો સાંસદ, તો આપણે સૌ સાંસદ’.

કોંગ્રેસ પક્ષના નેતાઓને આ સૂત્ર પસંદ આવી ગયું, આ સૂત્ર આણંદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોનું સૂત્ર બની ગયું, ત્યારે ભાજપ પાસે કોંગ્રેસના આ સીધા જનતા સાથે જોડાઈ જતા સૂત્રનો જવાબ હતો નહીં.

તો ભાજપે આ સૂત્રમાં જ એક શબ્દ બદલીને સૂત્ર મુક્યું, ‘આપણો વડાપ્રધાન, તો આપણે સૌ વડાપ્રધાન’.

આણંદમાં કોંગ્રેસે જ્યાં જ્યાં ‘આપણો સાંસદ, તો આપણે સૌ સાંસદ’ સૂત્ર સાથેના બેનર લગાવ્યા છે ત્યાં ત્યાં જ ભાજપે ‘આપણો વડાપ્રધાન, તો આપણે સૌ વડાપ્રધાન’ તેવા સૂત્ર સાથેના બેનર લગાવ્યા છે.

આમ તો સાંસદની ચૂંટણીમાં ભાજપે આણંદમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના ‘સાંસદ’ શબ્દવાળા સૂત્ર સામે ભાજપના ઉમેદવાર ‘બકાભાઈ’ ને નહીં પણ હરીફાઈમાં સીધા જ વડાપ્રધાનને મૂકી દીધા. એટલે સ્પષ્ટ થઇ ગયું કે આણંદના ભાજપના ઉમેદવારનું કદ કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે રજુ થઇ શકે એટલું નથી ત્યારે જ ભરતસિંહ સામે ઉમેદવારનું નહીં પણ વડાપ્રધાનનું બેનર અને શબ્દો મુકવામાં આવે છે.

નકલમાં અક્કલ ના હોય

આદર્શ સાંસદ એટલે જનતાની વચ્ચે રહેનારો વ્યક્તિ, જનતાનો બની રહેનારો વ્યક્તિ, પ્રજા સાંસદને ચૂંટીને મોકલે છે. જે તે લોકસભા મતવિસ્તારની જનતાને સમસ્યા હોય કે પ્રશ્નો હોય ત્યારે સાંસદનો જ સંપર્ક કરવાનો હોય, કોંગ્રેસ ‘આપણો સાંસદ, તો આપણે સૌ સાંસદ’ સૂત્ર દ્વારા તે જ વાત જણાવવા માંગે છે કે જો આપણો આ વ્યક્તિ સાંસદ બનશે તો આપણે સૌ સાંસદ હોઈશું તેવું પ્રતીત થશે, દરેક નાગરિકનું મહત્વ સાંસદ જેટલું જ ગણાશે, જે વાત વ્યાવહારિક રીતે શક્ય કહી શકાય.

હવે ભાજપના વડાપ્રધાનવાળા સુત્રને જોઈએ કે, આપણો વડાપ્રધાન, તો આપણે સૌ વડાપ્રધાન. તો ભારતીય લોકશાહી પરંપરામાં નાગરીકો દ્વારા સાંસદને ચૂંટીને મોકલવામાં આવે છે, વડાપ્રધાનને નહીં, ભારતમાં પ્રેસીડેન્શિયલ સિસ્ટમ નથી. તો સૌ કોઈ કેવી રીતે વડાપ્રધાન ? સાંસદ તો અધિકારીઓ પાસે કામ કરાવી શકે, તો આપણે સૌ સાંસદ એટલે લોકોની પણ એટલી સત્તા અને ક્ષમતા ઉભી કરવામાં આવે કે સીધો જનતાનો જ આદેશ અધિકારીઓ માનતા થાય. પણ વડાપ્રધાનની કામગીરીમાં સામાન્ય જનતા કઈ રીતે ભાગીદાર બની શકે.

તો સ્થાનિક ભાજપના ઉમેદવારને કેમ જનતા વચ્ચે રજુ કરવામાં નથી આવતા, માત્ર વડાપ્રધાનને જ બતાવાય છે. આ બાબત ભાજપના ઉમેદવારની નિર્બળતા અને અસક્ષમતા જ પુરવાર કરે છે.

આમ આડેધડ નકલ કરવામાં ભાજપે વ્યવહારિકતા ગુમાવી દીધી છે તો પોતાની પાસે કોઈ રચનાત્મકતા પણ ના હોવાનું સાબિત કર્યું છે. હાલમાં આણંદથી ભાજપે આ પાયલોટ પ્રોજેક્ટ શરુ કર્યો છે પરંતુ ત્યાં જ જાહેર જનતામાં ભાજપના આવા ‘ચાળા’ હાંસીને પાત્ર બની રહ્યા છે.