ભાજપે કાશ્મીરમાં આતંકવાદી રહીને ૧૦ વર્ષની સજા ભોગવી ચુકેલા શખ્સને આપી ટીકીટ..!!

Spread the love

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફથી ટીકીટ જે શખ્સને આપવામાં આવી છે તે વ્યક્તિની ઉમેદવારીને લઈને વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રવાદની મોટી મોટી બડાઈઓ હાંકતી ભાજપે એક એવા વ્યક્તિને શ્રીનગરથી ટીકીટ આપી છે, જે ક્યારેક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો અને તે પોતાની જેલની સજા પણ ભોગવી ચુક્યો છે.

આ કારણે મિડિયામાં તે વ્યક્તિના નામ પર ઘણી બધી વાતો સામે આવી રહી છે. જમ્મુ કાશ્મીરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહોમ્મદ ફારુક ખાન ભોગવી ચુક્યો છે દસ વર્ષની સજા.

ભાજપના ઉમેદવાર અને આતંકવાદી રહી ચુકેલા મહોમ્મદ ફારુક ખાન કહે છે કે, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હરકત-ઉલ-મુજાહિદ્દીનમાં તે રહી ચુક્યો છે. જેલથી બહાર આવ્યા બાદ, તે પૂર્વ આતંકવાદીઓના પુનર્વસન માટે જમ્મુ કાશ્મીર માનવ કલ્યાણ સંગઠનની રચનામાં લાગેલો હતો. કોઈએ પોતાને સમર્થન ના આપ્યું હોવાની પણ વાત કરી.

તો વધુમાં કહ્યું કે તેમણે પણ સમર્થન ના આપ્યું કે જેમના માટે મે બંદુક ઉપાડી હતી. મને ખબર નહોતી કે તેઓ ફક્ત નોટો જ ગણી રહ્યા હતા.

તેમણે કહ્યું કે લોકો મને પહેલા પણ ગાળો આપતા હતા અને હવે હું શાંતિ માટે કામ કરી રહ્યો છું, તો પણ મને ગાળો જ દેવાઈ રહી છે. હુ પૂર્વ આતંકવાદીઓ અને તેમના બાળકોના પુનર્વસન અને તેમના શિક્ષણ માટે મારી કમાણી ખર્ચીશ અને સૌને જીતીશ. તો વધુમાં કહ્યું કે મે પુનર્વાસ નિતી પર આત્મસમર્પણ નથી કર્યું.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવાદની મોટી મોટી વાતો કરનાર ભાજપે તેવા વ્યક્તિને ટીકીટ આપી છે કે જે આતંકવાદી રહી ચુક્યો છે, બોર્ડર પાર કરીને આતંકવાદી ટ્રેનિંગ લઇ આવ્યો છે અને ભારત પર આતંકવાદી હુમલા પણ કરી ચુક્યો છે.

હાલમાં ભલે તે કંઈપણ કહે પરંતુ તેણે એકસમયને માટે દેશ સાથે ગદ્દારી કરીને દેશ પર હુમલો કર્યો હતો અને બીજું કંઈપણ માફ થઇ શકે પરંતુ રાષ્ટ્રનો વિરોધ કરનાર, રાષ્ટ્ર પર હુમલો કરનાર દેશદ્રોહી રહી ચુકેલાને માફ કરવાથી વિશેષ ચૂંટણી લડાવવા સુધી ભાજપ પહોંચી ગઈ છે તે શરમજનક બાબત છે.