ત્રણ રાજ્યોના ઓપિનિયન પોલ : ભાજપના ભૂંડા હાલ, જાણો કોણ બનાવશે સરકાર

Spread the love

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ રાજ્યમાં વિધાનસભામાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તેના ઓપિનિયન પોલ આવી રહ્યા છે, તેના આંકડા છે ચોંકાવનારા.

કોણ હારે છે, કોણ જીતે છે ?

સિ વોટર અને એબીપીના સર્વે અનુસાર ભાજપ આમાંથી ત્રણ રાજ્યોના કરેલા સર્વેમાં સત્તા ગુમાવી રહી છે. મોટી મોટી મોદી લ્હેર અને વિકાસની વાતો કરતી ભાજપની હાર થઇ રહી છે. આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ રહી છે.

શું છે આંકડા ?

સૌથી પહેલા મધ્યપ્રદેશની વાત કરીએ કુલ ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ ૧૨૨ અને ભાજપ ૧૦૮ બેઠકો પર ચૂંટણી જીતી રહી છે એટલે કે ભાજપ સત્તા ગુમાવી રહી છે.

રાજસ્થાનની વાત કરીએ તો, રાજ્યની વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકોમાંથી કોંગ્રેસ ૧૪૨ બેઠકો, ભાજપ માત્ર ૫૬ અને અન્ય ૨ સીટ મેળવી રહ્યા છે. એટલે કે ભાજપ ભૂંડે હાલ હારી રહી  છે રાજસ્થાનમાં તો.

છત્તીસગઢની વાત કરીએ તો કુલ ૯૦ વિધાનસભા બેઠક ધરાવતા આ રાજ્યમાં ભાજપ ૪૦ બેઠકો, કોંગ્રેસ ૪૭ બેઠકો અને અન્ય ત્રણ બેઠકો પર જીત મેળવી રહ્યા છે. એટલે કે છત્તીસગઢમાં પણ ભાજપ બુરે હાલ હારી રહી છે.

ચોંકાવનારી વાત ભાજપ માટે એટલે છે કે ત્યાં સત્તા ભાજપની છે અને દેશમાં સુશાસનની મોટી મોટી વાતો કર્યા બાદ, કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કર્યા બાદ પણ ભાજપ હારી રહી છે અને કોંગ્રેસ જીતી રહી છે.

નોંધનીય છે કે ઓપિનિયન પોલના આંકડાઓ આગળ પાછળ થયા કરે છે પરંતુ જીત તેની જ થાય છે કે જે ઓપિનિયન પોલમાં જીતતું હોય. તો સીધી વાત છે કે પ્રજા ભાજપથી કંટાળી ગઈ છે. ગુજરાતમાં પણ ભાજપને જીતતા આંખે પાણી આવી ગયેલા તેમજ અહિયાં પણ માંડ માંડ જીત મેળવીને કટોકટ બેઠકોથી સરકાર બચાવવી પડેલી.

તો ગુજરાતમાં તો ભાજપનું સંગઠન મજબુત છે એટલે જીતી ગઈ પરંતુ અન્ય રાજ્યોમાં ભાજપનો ભૂતકાળ ગુજરાત જેટલો મજબુત નથી કે સંગઠન ગુજરાત જેવું નથી. એટલે અન્ય રાજ્યોમાં ભાજપ હારી રહી છે.

અન્ય બે રાજ્ય કે જેમાં મિઝોરમ અને તેલંગાણાની વાત કરીએ તો ત્યાં તો ભાજપ રેસમાં જ ગણવામાં આવતી નહીં હોય. ત્યારે ભાજપને આ ચૂંટણીઓમાં સમ ખાવા પુરતું એક રાજ્ય પણ નહીં મળે તે નિશ્ચિત દેખાઈ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીની સત્તાનું સેમી ફાઈનલ જેને ગણવામાં આવે છે એ આ ૫ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ હારી જતાં ફાઈનલ કઈ રીતે રમશે તે જોવું રહ્યું.