તો લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપ જાય છે..!! જાણો કઈ રીતે

Spread the love

ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનું ઘણું મહત્વ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આંખે પાણી આવી ગયા તેમાં સૌરાષ્ટ્રનો પણ મોટો ફાળો છે.

આ લોકસભાની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્ર ઘણી મહત્વની ભૂમિકા ભજવશે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી એમ કુલ ૭ લોકસભા બેઠકો આવેલી છે.

લોકસભામાં શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારો ભેગા આવેલા છે. આ સાત બેઠકોમાં અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ અને પોરબંદર લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતે તેવું નિશ્ચિતપણે દેખાઈ રહ્યું છે.

અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સારા એવા મતોએ જીતીને આવે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે અમરેલી લોકસભામાં સારું પરિણામ મેળવ્યું હતું.

તો જુનાગઢ લોકસભાની સાતેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ગત વર્ષે જીત મેળવી હતી, કોંગ્રેસની સૌથી મજબુત લોકસભા કહેવાય છે જુનાગઢ. ત્યાં ગ્રામ્ય વિસ્તારોના મતો ઘણા વધારે છે અને પ્રજામાં ભાજપ વિરુદ્ધ ભારે અસંતોષ છે ત્યારે કોંગ્રેસ આ બેઠક પર પણ જીતી જશે તેવું કહેવાઈ રહ્યું છે.

તો સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે સોમા ગાંડા પટેલને ટીકીટ આપી છે, જેઓ ગ્રાઉન્ડ લેવલના મજબુત નેતા કહેવાય છે. ગમે તેટલા મતે પણ તેઓ જીતીને આવશે તે નક્કી છે.

પોરબંદર લોકસભા આમ તો કોંગ્રેસ માટે અઘરી થઇ ગઈ હતી, અઘરી કહેવાતી હતી પરંતુ કોંગ્રેસે મજબુત ઉમેદવાર લલિત વસોયાને અને ભાજપે નબળા ઉમેદવાર રમેશ ધડુકને મેદાનમાં ઉતારતા હવે પોરબંદર પણ કોંગ્રેસ માટે જીતી જવાય તેવી બેઠક બની ગઈ છે.

પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક  આર્થિક રીતે સદ્ધર છે પરંતુ તેમને પ્રચારમાં ક્યાય જનતાનું સમર્થન નથી મળી રહ્યું તો સામે છેડે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને ભારે જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે.

આ ઉપરાંતની જો બેઠકોની વાત કરીએ તો રાજકોટ લોકસભામાં કોંગ્રેસ કરતાં ભાજપની શક્યતા શહેરી વિસ્તારના મતોને કારણે વધારે કહેવાય છે.

તો જામનગર લોકસભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપના ઉમેદવાર પુનમ માડમ પોતાની વ્યક્તિગત મજબુતી પર ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસ જનતાના ભાજપ પ્રત્યેના રોષને આધાર બનાવીને લડી રહી છે.

આ બેઠક પર કોઇપણ જીતી શકે છે, આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ત્યાં કાંટાની ટક્કર છે તેવું કહી શકાય.

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે કોળી ઉમેદવાર અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, રાજકોટની જેમ આ બેઠક પર પણ ભાજપની શક્યતા શહેરી મતોને કારણે વધારે છે તો સામે છેડે કોંગ્રેસના ઉમેદવાર પણ મહેનત કરી રહ્યા છે તેવામાં જો સમીકરણો અસરકારક રહ્યા તો કોંગ્રેસની જીતની શક્યતા પણ નકારી શકાય નહીં, જો કે હાલમાં તો બન્ને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.

આમ સૌરાષ્ટ્રમાં એકાદ બે ને બાદ કરતાં ભાજપ માટે ક્યાયથી સારા સમાચાર આવી શકે તેમ નથી અને સૌરાષ્ટ્રમાંથી ભાજપ જાય છે તેમ કહી શકાય.

તો કોંગ્રેસને શહેરી વિસ્તારોને કારણે તકલીફ પડી રહી છે બાકી જો કોંગ્રેસનું સંગઠન મજબુત હોત તો જે પ્રમાણે લોકોમાં ભાજપ પ્રત્યે જે વિરોધ છે તે પ્રમાણમાં ભાજપને એકપણ બેઠક ના આવી શકેત.