ભાજપના ધારાસભ્યે જાહેરમાં માર્યો મહિલાને માર.. જુઓ Video

Spread the love

મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી ભાજપના રાજમાં ભાજપના નેતાઓના નલિયા કાંડ, વાસણ આહીરના રેકોર્ડીંગ સહીત અનેક કાંડ આવી ચુક્યા છે, લોકો પણ ભાજપની આ ભૂલો જતી કરીને વોટ આપ્યા કરે છે.

આવી અનેક ઘટનાઓ વચ્ચે ફરીથી ભાજપના કોઈ નેતાએ મહિલાનું સરેઆમ અપમાન કર્યું હોવાની અને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવેલી મહિલા પર નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી અને તેના ભાઈ અને કોર્પોરેટર કિશોર થાવાણીએ માર મારીને હુમલો કર્યો છે.

આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે અગાઉ કિશોર થાવાણીએ તેના અને તેના પતિ પર આ રીતે અગાઉ હુમલો કર્યો હતો ત્યારે તેમના ભાઈ અને ધારાસભ્ય બલરામ થાવાણીને આ વાત કરવા ગયા હતા ત્યારે તેમણે ય આવું જ વર્તન કર્યું.

હજુ જો કે કોઈ શરમ ના હોય તે રીતે એક ચેનલ સાથે વાતચીતમાં ધારાસભ્ય બલરામ થાવાણીએ કહ્યું છે કે, હું લેખિતમાં તો માફી નહીં જ માંગુ.

એક મહિલા પર એક ધારાસભ્ય અને તેનો ભાઈ ટોળા સાથે હુમલો કરે તે ગુજરાતની અસ્મિતા અને સંસ્કારને શર્મસાર કરતી બાબત છે, રાજકારણને સાઈડમાં મુકીને રાજ્યના દરેક નાગરિકે આ બાબતનો વિરોધ કરવો જોઈએ.

તો ભાજપે પણ મોટી મોટી વાતો કરવાને બદલે આ ધારાસભ્ય અને કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી તેમના કોઈ નેતા આવી હરકત કરવાનું કદી વિચારે નહીં.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બલરામ થાવાણીએ એક ચેનલ સાથે સુફિયાણી વાતો કરતા સંસ્કાર અને મહિલા સન્માનની દુહાઈઓ આપવાની શરુ કરી દીધી પરંતુ શું આ બધું તેમને તે સમયે યાદ નહોતું ? આતો ઉઘાડા પડી ગયા એટલે લાજ શરમ નેવે મુકીને મોટી મોટી વાતો કરવા લાગ્યા.

આ ઘટના બાદ ડરી ગયેલી અને રડી રહેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો મહિલા કોંગ્રેસ પણ ભાજપના મહિલા પર જાહેરમાં અત્યાચાર કરી બેફામ બનેલા આ નિર્લજ્જ ધારાસભ્યના કાર્યાલય પર દેખાવો કરશે.

મોટી મોટી મહિલા સુરક્ષા અને મહિલાઓના સન્માનની વાતો કરતું ભાજપ મહિલા મોરચા પોતાના લંપટ નેતાઓની હરકતો પર ક્યાય દેખાતી નથી તો બલરામ થાવાણી જેવા મહિલાઓ પર જાહેરમાં અત્યાચાર કરનારા નેતાની નિમ્ન કક્ષાની શરમજનક હરકતો પર ચુપ થઇ જાય છે.

જુઓ Video