મુર્ખામીની હદ: ભાજપે બેનરમાં શ્યામાપ્રસાદ મુખર્જીને બદલે લખી દીધું ‘મુર્ખજી’ અને પછી થયું..

Spread the love

સંવિધાન સભામાં ૩૭૦ નું બિલ મુકાયું અને ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ તેનું સમર્થન કર્યું હતું અને તેના માટે વોટ પણ આપ્યો હતો અને તેઓ આ બિલ પસાર કરાવવા માટે નહેરુ, સરદાર અને અબ્દુલ્લાની સાથે હતા.

હિન્દુત્વ્ઝ સેકન્ડ કમિંગ પુસ્તકમાં લેખક અને પત્રકાર સુભાષ ગતાડેના જણાવ્યા અનુસાર નહેરુ અને સરદારે મુખર્જીને પોતાની સાથે રાખ્યા હતા. જયારે કોંગ્રેસમાં આ બિલનો વિરોધ થયો હતો ત્યારે સરદાર પટેલે જ તેઓને સમજાવીને શાંત પાડ્યા હતા.

શેખ અબ્દુલ્લાએ ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૩ ના રોજ નહેરુને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે શ્યામાપ્રસાદની ચિઠ્ઠીનો સંદર્ભ આપ્યો. અબ્દુલ્લાના પત્ર અનુસાર, શ્યામાપ્રસાદ મુખર્જી સહમત હતા કે દિલ્હી સમજુતી, જેના હેઠળ રાજ્યને વિશેષ દરજ્જો આપવાની વાત કહેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીર બંધારણ સભાના આગલા સત્રમાં લાવવામાં આવે. બાદમાં જયારે શ્યામાપ્રસાદ મુખર્જી પોતાની વાતથી ફરી ગયા અને રાજ્યને વિશેષ દરજ્જો આપવાનો વિરોધ કર્યો તો નહેરુએ આ જ પત્રનો દાખલો આપીને કહ્યું હતું કે તેમણે પોતાનું એ આંદોલન તરત બંધ કરી દેવું જોઈએ.

હવે એક મહિના અગાઉ મોદી સરકારે કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ નાબુદ કરી ત્યારબાદ ભાજપે શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કર્યા, પણ જયારે આ બિલને લાગુ કરતી વખતે મતદાન થયું હતું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ તો તેનું સમર્થન કર્યું હતું અને માત્ર એક વોટ વિરોધમાં પડ્યો હતો અને તે હતા હસરત મોહાની હતા.

જયારે કે કાશ્મીરની સ્થાનિક પાર્ટી પ્રજા પરિષદ હતી, જેનું સૂત્ર હતું ‘એક દેશ, એક વિધાન, એક પ્રધાન. હિંદુ મહાસભાથી દુર થયેલા શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી અને ત્યારે પ્રજા પરિષદ પાર્ટીનું આ સૂત્ર જનસંઘનું બનાવી દીધું.

હવે ભાજપ ઠેર ઠેર ૩૭૦ ની કલમ કાશ્મીરમાંથી હટાવી તેના બેનર ગુજરાતમાં લગાવી રહી છે, આવું જ એક બેનર ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા લગાવવામાં આવ્યું જેમાં લખેલા એક સૂત્રમાં શ્યામાપ્રસાદ મુખર્જી ને બદલે શ્યામાપ્રસાદ મુર્ખજી લખી દીધું.

જેમને ભાજપ પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે, જે ભાજપના આદર્શ કહેવાય છે, જેમણે ભાજપની પહેલા ‘જનસંઘ’ હતું તેનો પાયો નાખ્યો હતો અને આજે જે રાષ્ટ્રવાદને મુદ્દો બનાવીને ભાજપ રાજનીતિ કરે છે તે મુદ્દાને ભાજપને વારસામાં આપનાર શ્યામાપ્રસાદ મુખર્જીના નામમાં આવી ગંભીર ભૂલ કરીને ભાજપે પોતે અક્કલનું પ્રદર્શન કર્યું છે.

ભલે ટાઈપીંગ અને ડીઝાઈનનું કામ આટલું મોટું કમલમ મુકીને બહાર આપ્યું હોય એવું સમજીએ, ભલે પ્રિન્ટીંગનું કામ પણ બહાર આપ્યું હોય પણ આ ડીઝાઈન મંજુર તો ભાજપના જ કોઈ જવાબદાર પદાધિકારી દ્વારા થઇ હશે ને, ડીઝાઈન પ્રિન્ટ થઇ ત્યારે પણ ચકાસવામાં તો આવી હશે ને, તો જયારે આ બેનરો લગાવવામાં આવ્યા ત્યારે પણ કોઈ આગેવાને તેનું ધ્યાન ના રાખ્યું કે ધ્યાન ના આપ્યું તે કેવું લાગે છે, લખાણ વંચાય છે કે નહીં ,તો પણ કદાચ ખ્યાલ આવી શક્યો હોત કે આમાં ભૂલ છે.

આ બેનરનો ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થતા જ ભાજપની મજાક ઉડવા લાગી છે, લોકો કહી રહ્યા છે કે પ્રજાને મુર્ખ બનાવવા નીકળેલી ભાજપે પોતાને જ સાબિત કરી દીધી, તો ઘણા લોકોએ માતૃભાષાના અજ્ઞાન પર તો વિવિધ પ્રકારની કમેન્ટ્સ થઇ રહી છે. હવે આ પરિસ્થિતિમાં ભાજપ માફી માંગે તો પણ કોની માંગે ?