ક્યાં શરુ કરી દેવામાં આવ્યો હાર્દિક પટેલ માટે ચૂંટણી પ્રચાર.. જાણો

Spread the love

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આંદોલન શરુ કર્યે આજે સાડા ત્રણ વર્ષ ઉપર થવા આવ્યું, હાર્દિકના આંદોલન ઉપરાંત અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ધારાસભ્ય બની ગયા પણ હાર્દિક ચૂંટણી લડ્યો નહોતો.

ત્યારે હવે હાર્દિકની ઉંમર ચૂંટણી લડવા જેટલી થઇ ગઈ છે તેવામાં તે લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી.

જો કે હાર્દિક પટેલ માટે લોકસભા નહીં પણ એક વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ માટે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેના સમર્થકો દ્વારા મોટાપાયે પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.

ઈમેજ સોર્સ : સોશિયલ મિડિયા

હાર્દિક પટેલ માટે સોશિયલ મિડિયા પર પેજ અને ફોટા બનાવીને ઓનલાઈન જ નહીં પરંતુ ઊંઝામાં પણ બેનરો લગાવીને પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.

ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં જોડાઈ જતાં આ બેઠક ખાલી પડી છે અને તેના પર પેટા ચૂંટણી થાય તેવા સંજોગો ઉભા થયા છે.

ઈમેજ સોર્સ : સોશિયલ મિડિયા

ત્યારે હવે આ પેટા ચૂંટણીની તારીખ તો જાહેર નથી થઇ પરંતુ પ્રચાર શરુ થઇ ગયો છે, તો આ પેટા ચૂંટણી લગભગ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ઈમેજ સોર્સ : સોશિયલ મિડિયા

ઊંઝામાં ભાજપ તરફથી પેટા ચૂંટણીમાં પક્ષ પલટો કરનાર આશા પટેલ અથવા અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતરે તેમ કહેવાઈ રહ્યું છે તો સામેછેડે હાર્દિક પટેલ ભાજપને ટક્કર આપવા અપક્ષ અથવા તો કોંગ્રેસમાંથી કે કોંગ્રેસના સમર્થનથી ચૂંટણી લડી શકે છે.

હાર્દિક પટેલને આમ તો મહેસાણા જિલ્લામાં કોર્ટ દ્વારા પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી પ્રવેશી શક્યો નથી તો ઊંઝા વિધાનસભા વિસ્તાર પણ સંપૂર્ણપણે મહેસાણા જિલ્લામાં જ આવે છે.

ત્યારે હાર્દિક પટેલની ગેરહાજરીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો પ્રચારની જવાબદારી સંભાળી લે તેમજ હાર્દિક વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભાઓને સંબોધન કરી શકે છે.

ઊંઝામાં ભાજપનો નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર સફાયો થઇ ગયો હતો, તેવામાં પાટીદાર આંદોલન પછી ભાજપ માટે તકલીફ ઉભી કરનાર ઊંઝામાં હાર્દિક પટેલ જ મેદાનમાં ઉતરે તો આ બેઠક પર અગાઉ કરતાં પણ વધુ માર્જીનથી ભાજપની હાર થાય તેમજ સમગ્ર મહેસાણા લોકસભા પણ ગુમાવવાનો વારો આવે.