૫૬ ની છાતી.. સતત 2 દિવસ સરહદના ગામોની મુલાકાત કરતાં રહ્યા આ રાજ્યના CM

Spread the love

જયારે આપણે સોશિયલ મિડિયા પર મોટી મોટી વાતો કરી રહ્યા હતાં, સરહદ પર જવાનો જીવની બાજી લગાવીને લડી રહ્યા હોય ત્યારે ફેસબુક પર પોસ્ટો અને વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ કરીને આપણી વીરતા સાબિત કરી રહ્યા હતાં,

ભાજપના ઝેડ પ્લસમાં રહેતા અગણિત નેતાઓ આ મુદ્દાને રાજકીય રંગ આપીને સૈનિકોની મહેનતનો રાજકીય જશ લેવામાં પડ્યા હતાં ત્યારે એક મુખ્યમંત્રી તેવા પણ નિકળ્યા જે સુરક્ષાની ચિંતા કર્યા વગર સરહદ પર નીકળી પડ્યા હતાં.

પંજાબની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે તણાવની પરિસ્થિતિ જોતા રાજ્યના કેટલાક સરહદના ગામોની સતત બે દિવસ સુધી મુલાકાત લીધી હતી.

તો ગામડાના લોકો ઉપરાંત સરહદ પર બીએસએફના જવાનોની પણ મુલાકાત કરી હતી, ખાલરા નિરીક્ષણ ચોકી પર બીએસએફ (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) ના કર્મીઓ સાથે વાતચીત કરી હતી.

આ ઉપરાંત બીએસએફને પોતાની સરકાર તરફથી દરેક પ્રકારની મદદનું આશ્વાસ આપતા કહ્યું હતું કે, અમે તમારા માટે ત્યાં છીએ જ. તેમણે કહ્યું કે તેઓ સતત કેન્દ્રના સંપર્કમાં છે અને સ્થિતિ પર તેમની નજર છે.

તો બાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે લોકો અને સુરક્ષાદળોનું મનોબળ ઊંચું જોયું હતું.

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને જોતા લોકોના ભરોસાને દ્રઢ કરવા અને મનોબળ મજબુત કરવા સરહદી વિસ્તારોની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું, ”પાકિસ્તાન સમર્થિત આતંકવાદી તાકાતો દ્વારા કરવામાં આવેલા પુલવામા હુમલો એક કાયરતાભરી હરકત હતી જેના પર ભારત દ્વારા જવાબી કાર્યવાહી જરૂરી હતી.

જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે સરહદ પર સામાન્ય સ્થિતિ જલ્દીથી થઇ જશે. ઇમરાન ખાન દ્વારા વિંગ કમાંડર અભિનંદનના છુટકારાને લઈને અમરિંદર સિંહે કહ્યું હતું કે, આ સદભાવનાભર્યા પગલાથી તંગદીલી ઓછી કરવામાં મદદ મળશે.

ઓફિસો અને કાર્યાલયોમાં બેઠા બેઠા આદેશો કરતાં અને મોટી મોટી વાતો અને ભાષણો કરતાં નેતાઓ હકીકતમાં તો ભારે સુરક્ષા વચ્ચે રહેતા હોય છે અને સરહદ તો દુર પ્રજાની વચ્ચે પણ જઈ શકતા નથી ત્યારે જો કોઈ મુખ્યમંત્રી ગામડાના લોકો અને સરહદ પર જવાનોને ખુલ્લેઆમ મળવા જતાં હોય તો તે પણ એક ગર્વની વાત છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે કચ્છ નજીક પાકિસ્તાની એરફોર્સ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને ગુજરાતના એક સીએમ આ રીતે શહીદ થયા હોવાનું ઇતિહાસના ચોપડે નોંધાયેલું છે.

ત્યારે કોંગ્રેસની સરકારના આ સીએમ અમરિંદરસિંહ ખુદ પણ સેનામાં રહી ચુક્યા છે અને ૧૯૬૫ ના ભારત – પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સેનામાં તેઓ કેપ્ટન રહી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં સત્તાધારી ભાજપ અને તેના સમર્થકો સૈનિકોની શહાદત પર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે ત્યારે એક નેતા તરીકે અસલી વીરતા બતાવવાનું કાર્ય તો કોંગ્રેસના અમરિંદરસિંહ કરી રહ્યા છે છતાં તેના પર કોઈ પબ્લિસિટી કે રાજકારણ નથી કરી રહ્યા.

ત્યારે દેખાડા અને મોટી મોટી વાતો કરીને વીરતાના ઢોંગ કરતાં ભાજપવાળાઓએ આ સીએમ જોડેથી શીખવા જેવું છે કે અસલ દેશસેવા અને શૌર્યતા કોને કહેવાય. અને હજુ સુધરો તો સારું. સૈનિકોની શહાદત સામે સૈનિકોએ લીધેલા બદલાનો જશ સૈનિકોને તો આપો..