તો હવે સીકે પટેલને નહીં મળે ભાજપમાંથી લોકસભા ચૂંટણીની ટીકીટ.. જાણો કેમ

Spread the love

વર્ષ હતું ૨૦૧૭ અને સમય હતો વિધાનસભાની ચૂંટણીનો. હાર્દિક પટેલનો માહોલ હતો, તેના પર કોઇપણ આક્ષેપ થાય, તેના જ રહી ચુકેલા સાથીઓ આક્ષેપ કરે, તેની જ સિડીઓ આવે તેમ છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ફરક પડતો નહોતો.

હાર્દિકની સભાઓ, હાર્દિકના રોડ શો જબરદસ્ત પ્રતિસાદ સાથે યોજાતા. ભાજપ માટે હાર્દિકની લોકપ્રિયતા માથાનો દુખાવો બની ગયેલી ત્યારે હાર્દિક પર થયેલા અનેક આક્ષેપોની વચ્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલ અને કેટલાક આગેવાનો અચાનક મિડિયામાં આવે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે અને હાર્દિક પર આક્ષેપો કરે છે.

સીકે પટેલ ત્યારબાદ ચર્ચામાં આવે છે હાર્દિકે કરેલા ઉપવાસ દરમિયાન.. સીકે પટેલ સામેથી મધ્યસ્થીની વાત કરે છે અને ત્યારબાદ વિવાદ થાય છે. પાસ કન્વીનરો અને સીકે વચ્ચે શાબ્દિક પ્રહારો થાય છે અને પછી ફરીથી સમાધાન થઇ જાય છે.

હાર્દિક પટેલના ઉપવાસના પારણાં થાય છે તેમાં પણ સીકે પટેલ હાજર રહે છે. ત્યારબાદ ફરીથી સીકે પટેલ ચર્ચામાં આવ્યા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ખાતમુહુર્તમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવે છે અને ફરીથી સીકે પટેલની સામે પાટીદાર આંદોલનકારીઓ પ્રેસ કરે છે – પત્ર લખે છે.

દાવો થઇ રહ્યો હતો કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજનમાં નરેન્દ્ર મોદી આવશે ત્યારે ત્યાં ૬ લાખ કરતાં વધુ લોકો હાજર રહેશે, પાટીદાર સમાજ ઉપરાંત દરેક સમાજના લોકો હાજર રહેશે.

જો કે હકીકતમાં મહિના ઉપરના સમયથી આયોજન, જાહેરાતો અને મહેનત કરવા છતાં ૬ લાખ તો દુર પણ ૬૦ હજાર લોકો પણ ભેગા થયા હોય તો સારું..!!

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજન સમારોહમાં રાજકીય નેતાઓમાં ભાજપના જ પુરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નિતીન પટેલ જેવા નેતાઓ જોવા મળી રહ્યા હતાં તો નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી હતાં.

આમ તો પાટીદારો આ કાર્યક્રમમાં વિરોધ કરશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ પાટીદારોએ ત્યાં હાજર જ ના રહીને કાર્યક્રમને નિષ્ફળ બતાવવાનું મન બનાવી લીધું હોય તેમ આ બાબતે કોઈ મહત્વ જ ના આપ્યું.

પાટીદારોને તેમના પર થયેલા અત્યાચાર પર ન્યાય આપવાનું વચન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં પાટીદારોને આપ્યું હતું, તો ગત વર્ષે હાર્દિકના ઉપવાસ દરમિયાન હિંમતનગરથી ઉમિયા માતાનો રથ લઈને નિકળેલા પાટીદારો પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ખેતરોમાં પણ દોડાવીને લાકડીએ માર્યા હતાં તેમજ ઉમિયા માતાનો રથ ડીટેઈન કરી લેવામાં આવ્યો હતો.

બીજીતરફ ગત વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉમિયા માતાના રથને પણ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે પણ ઠેર ઠેર ભાજપના જ નેતાઓના બેનર્સ જોવા મળતા હતાં, ત્યારે આ સમાજના નામે રાજકારણ થઇ રહ્યું હોવાનું જ ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું હતું.

આ બાબતના આધારે સીકે પટેલ એટલે કે ચંદુભાઈ પટેલને ભાજપમાંથી અમદાવાદ પૂર્વ અથવા સાબરકાંઠા લોકસભાથી ટીકીટ મળશે તેવું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ મોટી મોટી વાતોના અંતે ખાલી ખુરશીઓ વચ્ચે નરેન્દ્ર મોદીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તેની ગંભીર નોંધ લેવાતા તેમની ટીકીટ કપાઈ હોવાની પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે.

જો તેઓ સમાજના કાર્યક્રમમાં સમાજને જ એકજુટ રાખીને લોકોને બોલાવી ના શકતા હોય તો ચૂંટણીમાં તો ૧૮ સમાજના મત લેવાના હોય છે તેમાં ક્યાંથી મેળ પડે ?