કોંગ્રેસના આ સાંસદે પોતાનો પગાર આપી દેશે ગરીબોના શિક્ષણ માટે દાન..

Spread the love

અગાઉ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પોતાના પગાર ગરીબોના નામે અને ગરીબ વિદ્યાર્થીઓના નામે કરી દીધા હતા.

ત્યારે વિરોધ પક્ષમાં રહેલ અને ફંડની અછતથી ભાજપ સામે હારી રહેલી કોંગ્રેસના નેતાઓ ધર્મ – દાન કરવામાં સૌથી આગળ રહે છે.

પૈસા હાલમાં ભલે ભાજપવાળાઓ જોડે વધારે હોય પરંતુ દાન કરવામાં અને પોતાનો પગાર જતો કરવામાં કોંગ્રેસના નેતાઓ જ પહેલા હોય છે.

દેશભરમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું, અપેક્ષા કરતા ય ઓછી બેઠકો આવી ત્યારે વિપક્ષનો મેન્ડેટ મળવા છતાં કોંગ્રેસ જનતાની સેવા નથી ભૂલ્યું અને એક સાંસદે પોતાનો પગાર ગરીબોના નામે કરી દીધો છે.

તમિલનાડુમાં કોંગ્રેસને આ વખતે 8 બેઠકો મળી છે ત્યારે ત્યાંના કન્યાકુમારી કોંગ્રેસના સાંસદ એચ. વસંતકુમારે સાંસદ તરીકેનું મળનારું વેતન ગરીબ બાળકોના શિક્ષણ માટે દાનમાં આપવાની જાહેરાત કરી છે.

હકીકતમાં ભાજપ સત્તામાં આવી છે, ભાજપ કેટલા રૂપિયા ચૂંટણીમાં વાપરે છે, કેટલું ફંડ મળે છે, કેટલા ધનિક નેતાઓ છે છતાય આવી પહેલની શરુઆત કોંગ્રેસના સાંસદે કરી છે.

આવી જાહેરાત કરનારા, ગરીબો માટે વ્યક્તિગત ધોરણે ય થતી મદદ કરવાનું વિચારનારા આજે વિરોધ પક્ષમાં છે.

જો કે કોંગ્રેસના આ સાંસદ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાંથી શિખામણ લઈને ભાજપના સાંસદોએ પણ તેને અનુસરવું જોઈએ. રાજકારણમાં આજે પણ નીતિમત્તા ધરાવતા નેતાઓ જોવા મળે છે અને તે જળવાવી જ જોઈએ.