ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભા બેઠકો પર જીતી જશે વન વે..!! જાણો

Spread the love

ગુજરાતમાં આવનારી ૨૩ એપ્રિલે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પ્રસારની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

કોંગ્રેસ આ વખતે ગુજરાતમાંથી મોટી આશા લગાવીને બેઠું છે તો ભાજપ પણ ૨૬ એ ૨૬ બેઠક જીતવાના દાવા કરી રહ્યું છે.

હવે ધીરે ધીરે ચિત્ર પણ સ્પષ્ટ થઇ રહ્યું છે, જેમાં ખ્યાલ આવી રહ્યો છે કે કઈ બેઠકમાં હાલના માહોલ પ્રમાણે કોણ જીતે તેમ છે.

ત્યારે ગુજરાતમાં કેટલીક એવી બેઠકો છે જેમાં ભાજપ વન વે જીતી જશે તો કેટલીક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ વન વે જીતી જાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવારની જીતમાં કમળના નામે મત મળે છે તે જવાબદાર છે તો કોંગ્રેસને લોકો ઉમેદવાર જોઇને મત આપે છે.

કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં હાલમાં અમુક બેઠકો પર તો સીધી જ વન વે જીત મેળવતી દેખાઈ રહી છે.

તો ભાજપ પણ ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, નવસારી જેવી બેઠકો પર વન વે જીતી રહી છે.

કઈ કઈ બેઠકો પર કોંગ્રેસ સ્પષ્ટ રીતે જીતી રહી છે ?

આણંદ :

કોંગ્રેસની જીત માટેની સંભવ બેઠકોમાં સૌથી પહેલું નામ આણંદ લોકસભાનું આવે. આમ તો ભાજપે આણંદમાં તેમના ઉમેદવાર બદલ્યા છે પરંતુ જો રિપીટ કર્યા હોત તો કોંગ્રેસ માટે જીત સરળ થઇ ગઈ હોત.

ઉદ્યોગપતિ મિતેશ પટેલને ભાજપે આણંદ લોકસભાથી મેદાનમાં ઉતાર્યા છે, તેથી કોંગ્રેસે પણ મહેનત કરવી પડશે.

ત્યારે ભરતસિંહ સોલંકીના આયોજન અને કામગીરીને જોતા તેઓ આણંદ લોકસભામાં જીતીને જ આવશે તેવું આત્મવિશ્વાસથી કહી શકાય છે.

દાહોદ :

દાહોદમાં વિધાનસભાની ચૂંટણીમાં મિશ્ર પરિણામો આવ્યા હતાં પરંતુ લોકસભામાં કોંગ્રેસે બાહુબલી ઉમેદવાર બાબુભાઈ કટારાને મેદાનમાં ઉતારતા દાહોદ લોકસભામાં કોંગ્રેસની જીત નિશ્ચિત થઇ ગઈ છે.

બાબુ કટારા અગાઉ બે વખત ભાજપમાંથી સાંસદ રહી ચુક્યા છે તો તેમનો પુત્ર તેમની સાથે વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ દરમિયાન કોંગ્રેસમાં જોડાયા હતાં.

ત્યારબાદ તેમનો પુત્ર ભાવેશ કટારાએ ૩૦ હજાર મતોની લીડથી ઝાલોદ વિધાનસભામાં જીત મેળવી હતી.

બાબુ કટારા વ્યક્તિગત રીતે પણ મજબુત છે, કોંગ્રેસ તો ખરું જ પણ ભાજપના ય અનેક કાર્યકરો તેમના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે.

તેમણે દસ વર્ષ સુધી સાંસદ રહીને લોકોના પણ ઘણા કામો કર્યા હતાં, તો તેઓની લોકપ્રિયતા પણ ઘણી છે આથી દાહોદ લોકસભા પણ કોંગ્રેસ માટે હવે એકતરફી થઇ ગયેલી કહેવાય છે.

પાટણ :

પાટણ લોકસભાના મત વિસ્તારમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીના સમીકરણો પ્રમાણે ઘણી આગળ છે, તો આંતરિક જૂથબંધી નાથીને પક્ષે જગદીશ ઠાકોરને ટીકીટ આપતા હવે ત્યાં પણ કોંગ્રેસની જીતની શક્યતા વધારે કહેવાય છે.

કોંગ્રેસે પાટણમાં જગદીશ ઠાકોરને ટીકીટ આપતા જ સામે ભાજપમાંથી કોઈ મજબુત નેતા લડવા પણ તૈયાર થતા નહોતા ત્યારે ખેરાલુના ધારાસભ્ય ભરતજી ડાભીને ભાજપે પાટણ લોકસભાની ટીકીટ આપી છે.

કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે ભાજપના ઉમેદવારનું કદ ઘણું નાનું કહેવાય તો બીજીતરફ પાટણની જનતા પણ આ વખતે પરિવર્તનના મુડમાં છે તેથી પ્રજામાં રહેલા માહોલ અને મજબુત ઉમેદવારને કારણે આ વખતે પાટણમાં કોંગ્રેસની જીત નિશ્ચિત કહેવાય છે.

અમરેલી :

અમરેલી જિલ્લો હાલમાં ભાજપ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે, વિકાસથી વંચિત રહેલા અમરેલી જિલ્લાની ૫ એ ૫ વિધાનસભા બેઠકોમાં ભાજપની કારમી હાર થઇ હતી.

તો અમરેલી લોકસભામાં જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત ભાવનગર જીલ્લાની ગારીયાધાર અને મહુવા વિધાનસભા બેઠક પણ આવે છે જ્યાં ભાજપ માંડ માંડ જીતી હતી.

આ બેઠક પરથી કોંગ્રેસે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે નારણ કાછડિયાને રિપીટ કર્યા છે.

ભાજપના સાંસદની નિષ્ક્રિયતા, નબળી કામગીરીને લીધે તેમજ ભાજપ સરકારની નિતીથી લોકોમાં રોષ છે તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સંગઠનને સ્વીકાર્ય છે તેથી પક્ષમાં કોઈ આંતરિક મતભેદ વગર સૌ તેમને જીતાડવામાં લાગી જશે.

આ બેઠક પાટીદારોનો ગઢ કહેવાય છે તો ખેડૂતોની પણ મોટા પ્રમાણમાં વસ્તી છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અમરેલી લોકસભા બેઠકથી સારા એવો મતોથી જીતી જશે.

મહેસાણા

મહેસાણા લોકસભામાં કોંગ્રેસે એજે પટેલને ટીકીટ આપી છે અને ભાજપે શારદા પટેલને ટીકીટ આપી છે. ભાજપની સરખામણીએ કોંગ્રેસના ઉમેદવાર ઘણા મજબુત છે.

તો મહેસાણામાં કોંગ્રેસે આક્રમક પ્રચાર પણ શરુ કરી દીધો છે, એજે પટેલનું સામાજિક મહત્વ પણ ઘણું છે તો કોંગ્રેસનું સંગઠન પણ ત્યાં સક્ષમ છે, સામે છેડે ભાજપમાં આંતરિક વિખવાદો છે તેમજ ઉમેદવાર નબળા છે આથી કોંગ્રેસની જીત મહેસાણામાં નિશ્ચિત કહેવાઈ રહી છે.

આમ આ બેઠકો કોંગ્રેસ માટે અત્યારથી જ જીતી જવાય તેવી માનવામાં આવી રહી છે.

આ ઉપરાંત કોંગ્રેસ જુનાગઢ, પોરબંદર, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવી લોકસભા બેઠકો પર ભાજપ કરતાં મજબુત છે તો તેના ઉમેદવારો પણ સક્ષમ છે, આ સિવાયની બેઠકો માટે બન્ને પક્ષોમાં ટક્કર ચાલી રહી છે.