અમદાવાદની આનંદનિકેતન સ્કૂલમાં કોંગ્રેસ કાર્યકરોએ 11 વિદ્યાર્થીઓને અપાવ્યા RTE હેઠળ એડમિશનa

Spread the love

અમદાવાદ શહેર ના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ખાનગી શાળા આનંદ નિકેતન દ્વારા સરખેજ અને વેજલપુર વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર ના બાળકો ને થતા અન્યાય ની વિરુદ્ધમાં યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ. ના કાર્યકરો એ શાળા માં જઈ હોબાળો કરી શાળા ના સંચાલકો સાથે ઝઘડીને 11 વિદ્યાર્થીઓના RTE માં એડમિશન કરવામાં આવ્યા.

સરકાર દ્વારા આ ગરીબ વિદ્યાર્થીઓને આનંદ નિકેતન શાળા ફાળવામાં આવું હતી પણ શાળા ના સંચાલકો આ વિધાર્થીઓના પરિવારને આશરે 8 દિવસથી રોજ શાળાના ધક્કા ખવડાવામાં આવ્યા હતા.

આના કરતાં વધારે તો શાળા સંચાલકો એ પરિવારો પાસે તેમના ઘર ના દસ્તાવેજો તથા વાહન ની આર.સી. બુક મંગાવવામાં આવી હતી જે સરકારના નિયમોની બહાર છે.

આ ગરીબ પરિવારો ની લડાઈ લડવામાં અમદાવાદ શહેર કોંગ્રેસ સોશ્યિલ મીડિયાના પ્રભારી અને સરખેજના યુવા નેતા કૃતાર્થ દવે તથા સરખેજ એન.એસ.યુ.આઈ. ના કાર્યકર ઇર્ષાદ મન્સૂરી તથા એન.એસ.યુ.આઈ. ના પ્રવક્તા શુભાન સૈયદ અને નારાયણ ભરવાડ તથા મનન ભટ્ટ સામે આવ્યા અને આ ગરીબ પરિવારો ને તેમનો હક અપાવ્યો