કોંગ્રેસેની મળી જનસંપર્ક અભિયાનથી જડીબુટ્ટી, અપેક્ષા કરતા વધારે સારો પ્રતિસાદ

Spread the love

દેશમાં અને ગુજરાતમાં હવે પાંચેય વર્ષ ચૂંટણી જેવો જ માહોલ રહે છે, ત્યારે સત્તાધારી પક્ષ પ્રચાર પ્રસાર પાછળ તોતિંગ ખર્ચ કરે છે, તો સામે છેડે ઉદ્યોગપતિઓને સારા લાભ આપીને ભાજપ ફંડ પણ સારું એવું લઇ લે છે, એમ તો આ વાત રાજકીય પક્ષોને મળતા ફંડના આંકડા પરથી જ ખબર પડી જાય એમ છે.

તો કોંગ્રેસે દેશમાં પ્રજાલક્ષી કામો કરવામાં સરકારમાં રહીને રૂપિયા વાપર્યા એટલે એને ઓછું ફંડ મળ્યું અને આજે ભાજપ સામે ટકી રહેવા પક્ષને ફંડની જરૂર પડી છે.

કોંગ્રેસને અપેક્ષા કરતા સારી સફળતા

ગુજરાત કોંગ્રેસે લોકો પાસેથી પૈસા ઉઘરાવવાના જનસંપર્ક અભિયાનને અપેક્ષા કરતા સારો પ્રતિસાદ મળી રહ્યો છે .આ એટલા માટે કહેવું પડી રહ્યુ છે કે અમદાવાદ શહેરમાં લોકો પાસેથી પૈસા ઉઘરાવવા જતા કોંગ્રેસના કાર્યકરોનો લોકોએ સામેથી સંપર્ક કર્યો અને લોકોએ યથાશક્તિ મુજબ યોગદાન આપ્યુ

એક મજૂરી કરતા મોચીએ આપ્યુ દાન

આપ નહીં માનો પણ હકિકત તે છે કે મજૂરી કરતા એક મોચીએ પણ કોંગ્રેસને યથાશક્તિ દાન આપીને કોંગ્રેસની પ્રશંસા કરી. તેમજ વર્તમાન સરકાર સામે રોષ વ્યક્ત કર્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં અનેક લોકોએ કોંગ્રેસને હોંશે હોંશે 100 રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીનું દાન આપ્યુ .

વડોદરામાં સમર્થન મોળો પ્રતિસાદ

જો કે અમદાવાદમાં જે સમર્થન મળ્યુ એના કરતા વિપરીત વડોદરામાં થઈ .વડોદરામાં કોંગ્રેસને કંઈ ખાસ ફાળો ન મળ્યો..ઉપરાંત ગ્રામિણ વિસ્તારમાં લોકો મદદ કરવા માટે આતુર હોવાનું પણ સામે આવ્યુ છે.

નાની મદદ લોકતંત્રને મદદ

આ અંગે પક્ષ કહી રહ્યો છે કે, ‘કોંગ્રેસને સમર્થન આપો અને મદદની જરૂરિયાત છે. નાની મદદ કરી લોકતંત્રને કાયમ રાખવામાં અમારી મદદ કરો. લોકસભાની ચૂંટણી લડવા માટે આર્થિક ભંડોળ ભેગું કરવા બીજી ઓક્ટોબરથી કોંગ્રેસ દેશભરમાં 500 કરોડ રૂપિયા ભેગા કરવા અભિયાન ચલાવવા જઈ રહી છે.’

ગુજરાત કોંગ્રેસને પણ નાણાકિય ભંડોળ ભેગું કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાંથી 25 કરોડની ઉધરાણી કરવાનો કોંગ્રેસનો લક્ષ્યાંક છે.

જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ લોકો પાસેથી યથાશક્તિ ભંડોળ મેળવશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે લોકો કોંગ્રેસને જે ફાળો આપશે તેનો લોકસભાની ચૂંટણી લડવામાં ઉપયોગ કરાશે.

રાહુલે અપનાવી ઓબામાની સ્ટાઈલ

રાહુલ ગાંધી આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઓબામાની સ્ટાઇલનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ  વચ્ચે સામાન્ય પ્રજાની સાથે આ ફાળો ઉઘરાવી લોકોનો કોંગ્રેસ સંપર્ક કરવા માગે છે.

આ ઉપરાંત ભાજપ કરોડપતિઓની પાર્ટી અને કોંગ્રેસ સામાન્ય માનવીઓ પાસેથી ફાળો ઉધરાવી ચૂંટણી લડતી હોવાનો સંદેશ આપવાનો પણ કોંગ્રેસનો ઇરાદો છે.

આ નાણાં ઉઘરાણી બાદ ખાયકી ના થઈ જાય માટે બારકોડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ફાળા પેટે બારકોડ કૂપન આપી રહી છે.. આમ ફાળો ઉઘરાણી કર્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ જમાં થશે.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સિસ્ટમ ગોઠવાઈ છે. જે અંતર્ગત લોકોએ આપેલા પૈસાનો હિસાબ પણ બતાવશે, તેમજ ૫૦ ટકા રાષ્ટ્રીય કક્ષાએ રાખવામાં આવશે અને બાકીનું જિલ્લા – તાલુકા અને શહેર સમિતિઓને ફાળવી દેવામાં આવશે.