તો ઉત્તર ગુજરાતમાંથી ભાજપ જાય છે…. જાણો કયા કારણથી..

Spread the love

ગુજરાતના રાજકારણમાં લિટમસ ટેસ્ટનું સેન્ટર રહ્યું હોય તો તે ઉત્તર ગુજરાત છે. ઉત્તર ગુજરાતની રાજનીતિ કંઈક અલગ છે. ત્યાં ક્યાંક ઉમેદવારનું ફેક્ટર તો ક્યાંક પાર્ટી ફેક્ટર ચાલે છે.

ઉત્તર ગુજરાત પહેલેથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, ઉત્તર ગુજરાતમાં ભાજપની મજબુત બેઠકો છે તેના કરતાં કોંગ્રેસની મજબુત બેઠકો વધારે છે. વડગામ, ખેડબ્રહ્મા, ભિલોડા, બાયડ જેવી બેઠકો પર તો ભાજપ ભાગ્યે જ ક્યારેક જીતી હશે અથવા તો જીતી પણ નહીં હોય.

૨૦૧૨ માં પણ ઉત્તર ગુજરાતે કોંગ્રેસને સૌથી સારું પરિણામ આપ્યું હતું. છેલ્લી વિધાનસભાના સમીકરણો અનુસાર પણ ઉત્તર ગુજરાતની બધી લોકસભા બેઠકો પર કોંગ્રેસ જીતે છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

મહેસાણા લોકસભામાં મહેસાણા, વિજાપુર, માણસા, કડી, વિસનગર, ઊંઝા, બેચરાજી વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસ મોટા માર્જીનથી વિધાનસભા ચૂંટણીમાં જીતી હતી તેથી કોંગ્રેસ તે પ્રમાણે આગળ છે.

તો કોંગ્રેસના મહેસાણા લોકસભાના ઉમેદવાર એ.જે. પટેલ પણ મજબુત છે, તેઓ જીતના ઉમેદવાર કહેવાય છે તો સામે ભાજપના ઉમેદવાર શારદા પટેલ નબળા કહેવાય છે. સામે પાટીદારો અને ઠાકોરો કોંગ્રેસને મત આપે, ખેડૂતોના પ્રશ્નો સહીત સરકાર સામેનો ઘણો વિરોધ છે.

પાટણ લોકસભાની વાત કરીએ તો તેમાં પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, વડગામ, કાંકરેજ અને ખેરાલુ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે.

વિધાનસભાના સમીકરણો પ્રમાણે કોંગ્રેસ અહી પણ આગળ છે. તો કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર પણ જીતના ખેલાડી છે. બીજીતરફ અલ્પેશ ઠાકોરની નારાજગી તેમને અમુક મતોનું નુકસાન કરી શકે છે.

સામે છેડે ભાજપના ઉમેદવાર ભરતજી ડાભી ખેરાલુના ધારાસભ્ય છે, તેઓનો મત વિસ્તાર મહેસાણા જિલ્લાનો છે આમ મૂળ પાટણના ઉમેદવાર નથી. તો તેઓ કરતાં જગદીશ ઠાકોર વધુ જાણીતા અને મજબુત ઉમેદવાર કહેવાય છે.

બનાસકાંઠા લોકસભાની વાત કરીએ તો તેમાં પાલનપુર, ડિસા, દાંતા, થરાદ, વાવ, દિયોદર, ધાનેરા વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે.

જેમાં પાલનપુર, દાંતા, વાવ, દિયોદર, ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસના અને ડિસા, થરાદ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય ૨૦૧૭ માં ચૂંટીને જીતાઈ આવ્યા હતાં.

કોંગ્રેસ વિધાનસભાના સમીકરણ પ્રમાણે તો આગળ છે જ તો સમય જતાં ખેડૂતોની અને પાણીની સમસ્યા ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળી છે. ત્યારે ભાજપ દ્વારા પરબત પટેલ અને કોંગ્રેસ દ્વારા પરથી ભટોળને ટીકીટ આપવામાં આવી છે.

આ બન્ને ઉમેદવારો વચ્ચે ટક્કર છે. પરંતુ બનાસકાંઠા લોકસભાની જનતા વિધાનસભાની ચૂંટણીની જેમ જ કોંગ્રેસને મત આપે તેવું વધુ જોવા મળી રહ્યું છે, તો સહકારીના મોટા નેતા હોવાથી પરથી ભટોળ કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં મતો ખેંચી લાવે તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત આ ઉમેદવારની મજબૂતીની અસર ઉત્તર ગુજરાતની અન્ય ત્રણ લોકસભામાં જોવા મળી રહી છે.

સાબરકાંઠા લોકસભા આમ તો કોંગ્રેસનો જુનો ગઢ છે પરંતુ જુથવાદ અને સંગઠનની આંતરિક ખામીઓના લીધે કોંગ્રેસ ત્યાં છેલ્લી અમુક ચૂંટણીઓમાં લોકસભા હારતી રહી છે. વિધાનસભામાં સારી જીત પછી લોકસભામાં કોંગ્રેસ ત્યાં હાર મેળવતી રહી છે.

જો કે કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ આ વખતે ભાજપને હરાવવા માટે એક થઈને મહેનત કરી રહ્યા છે તો કોંગ્રેસના મતો તો ત્યાં નિશ્ચિત છે જ. હાલમાં રાજ્યમાં ચાલી રહેલા ભાજપ વિરોધી વાતાવરણમાં સાબરકાંઠામાં પણ અસર પડે તેવું લાગી રહ્યું છે.

સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ છે કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી સાંસદ છે, જો કે તેઓ પાંચ વર્ષ નિષ્ક્રિય રહ્યા છે અને ભાજપની ઉમેદવાર પસંદગીમાં ભૂલ કહેવાય છે તો કોંગ્રેસે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ટીકીટ આપી છે, જેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસની જીતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આમ ઉત્તર ગુજરાતની ચારેય લોકસભા બેઠકો પર આ વખતે કોંગ્રેસનું પલ્લું ભારે છે, જો ખરેખર કોંગ્રેસ આ ચારેય બેઠકો જીતે છે તો ભાજપ માટે મેજર સેટબેક ગણાશે.