પાકિસ્તાને વિદેશી મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, તો કોંગ્રેસ સાંસદે પાક ની ધૂળ કાઢી નાખી

Spread the love

અમે તેમને સારી રીતે યાદ કરવી દીધું છે કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. ભારતીય લોકશાહીના રક્ષક તરીકે એક ભારતીય અવાજ જ સાંભળવામાં આવશે. તેમની નહીં, જેમનો કોઈ પોતાનો સ્વાર્થ છે. કોઈ અન્ય દેશનું નહીં સાંભળવામાં આવે આ મામલે. પાકિસ્તાનનું તો બિલકુલ નહીં.

આવું કહ્યું સાંસદ ગૌરવ ગોગોઈએ. અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર. કોંગ્રેસના નેતા. ગૌરવ એક પ્રતિનિધિ મંડળનો હિસ્સો હતા. આ ડેલીગેશન શ્રીલંકા ગયું હતું.

ત્યાં રાજધાની કોલંબોમાં બાળકોના અધિકારો પર યુનિસેફ દક્ષિણ એશ્યાઈ દેશોના સાંસદોની કોન્ફરન્સ હતી. ઇન્ડીયન ડેલિગેશનમાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ અને ભાજપના સાંસદ સંજય જયસ્વાલ હતા. ભારતે બાળ અધિકારો પર પોતાનું પ્રેઝેન્ટેશન આપ્યું. ત્યારબાદ પાકિસ્તાનનો વારો આવ્યો.

ત્યાં પાકિસ્તાને ચાલાકી બતાવવાનો પ્રયાસ કર્યો. કોન્ફરન્સના મુદ્દા પર વાત કરવાને બદલે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી લીધો. પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ ના સાંસદ મેહનાઝ અઝીઝે બોલવાનું શરુ કર્યું.

હું કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ તરફ આપ સૌનું ધ્યાન દોરવા માંગીશ. ત્યાં ૩૦ દિવસથી કર્ફ્યું ચાલુ છે. મેહનાઝની આ વાત પર સંજય જયસ્વાલે આપત્તિ દર્શાવી. કહ્યું કે ભારતે જે પણ કર્યું, પોતાની બંધારણીય મર્યાદામાં કર્યું. કાયદેસર છે, પછી તેમણે સવાલ કર્યો, શું આ બાબત પર વાત થવાની છે ?

પરંતુ પાકિસ્તાની પ્ર્તીનીધીમંડળ પર આ આપત્તિની અસર ના પડી. તેઓ બોલતા રહ્યા. મેહનાઝની સાથે બે અન્ય સાંસદ હતા. ઉઝ્મા કરદાર અને કંવલ શૌબાઝ.

આ બન્નેએ પણ બાળ અધિકારોને ધ્યાનમાં રાખીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. તેના પર તરુણ ગોગોઈ બોલ્યા,

આ સમગ્ર  રીતે ભારતનો આંતરિક મુદ્દો છે. પાકિસ્તાને પોતાના ત્યાંના માનવાધિકારોની સ્થિતિ પર ચિંતા કરવી જોઈએ. પોતાના ત્યાં લઘુમતીની દુર્દશા અને ઈશનિંદા કાયદા જેવી વાતોની ચિંતા કરવી જોઈએ.

ત્યારબાદ સંમેલનની અધ્યક્ષતા કરી રહેલા ચેયરે પણ કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આ પ્લેટફોર્મને પોતાનો રાજકીય એજન્ડા ચલાવવા માટે ઉપયોગ ના કરે.

ત્યારબાદ ગૌરવ ગોગોઈની કેટલીક ટ્વીટ પણ આવી. તેમણે લખ્યું કે કઈ રીતે પાકિસ્તાની પ્રતિનિધિમંડળે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને તેના પર તેમણે શું જવાબ આપ્યો. ગૌરવ કોંગ્રેસના છે.

કોંગ્રેસ સતત કાશ્મીરને લઈને મોદી સરકારને સવાલ કરી રહી છે.

કેટલીક આપત્તિઓ છે, કેટલોક વિરોધ છે પાર્ટી સ્તર પર. તેવામાં દેશની બહાર પક્ષના મતભેદ ભૂલીને ગૌરવ ગોગોઈએ જે સ્ટેન્ડ લીધું, જે રીતે ભારતનું પરંપરાગત સ્ટેન્ડ ફરી રજુ કર્યું, તે કોંગ્રેસ માટે પણ બોલવા જેવી વાત છે. ગૌરવવાળો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ચાલી રહ્યો છે.