CSK ની જીત સાથે ધોનીએ બનાવી લીધો વધુ એક રેકોર્ડ

Spread the love

IPL ૨૦૧૮ હવે પૂરી થઇ ચુકી છે. ફાઈનલ મેચ ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. હવે વાત તે થશે કે આ સિઝનમાં કોણે શું કર્યું ?

બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગ. આ ભાગમાં સૌથી પહેલા વાત કરીશું ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની. શરૂઆતમાં જે ચેન્નઈને જુના લોકોની ટીમ કહેવાઈ રહી હતી, આજે તે ફાઈનલ મેચ રમી અને તેના વૃદ્ધ કેપ્ટન ધોનીએ વિકેટકીપિંગ માટે રેકોર્ડ બનાવી લીધો છે. સૌથી વધારે સ્ટમ્પિંગ કરવાનો. અત્યારસુધી જેટલી પણ આઇપીએલ રમાઈ છે, સૌને મિલાવીએ તો મહેન્દ્રસિંહ ધોની સૌથી સફળ વિકેટકીપર બની ગયા છે. ધોનીએ અત્યારસુધી આઇપીએલમાં ટોટલ ૩૩ બેટ્સમેનને સ્ટમ્પ આઉટ કર્યા છે.

આ મામલે સેકન્ડ નંબર પર આવે છે કોલકાતા નાઈટ રાઈડર્સના રોબિન ઉથપ્પા. ઉથપ્પાએ વિકેટની પાછળ અત્યારસુધી કુલ ૩૨ વિકેટ ઝડપી છે. ત્રીજા નંબર પર છે દિનેશ કાર્તિક. કાર્તિકે તેના આઈપીએલના કેરિયરમાં ૩૦ વખત સ્ટમ્પિંગ કર્યા છે. આવું તેમણે આઈપીએલની અલગ અલગ ટીમોમાં રમીને કર્યું છે. જયારે કે ધોની ફક્ત પુણે અને ચેન્નઈની ટીમમાં રમેલ છે.

ધોનીએ આ રેકોર્ડ બનાવ્યો આઈપીએલ ૨૦૧૮ માં સૌથી વધારે રણ બનાવનાર બેટ્સમેન અને ફાઈનલ ખેલનારી બીજી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને આઉટ કરીને. વિલિયમસન આ સિઝનની ૧૬ મેચોમાં ૬૮૮ રણ બનાવી ચુક્યા છે. આ મેચમાં પણ તેમના બેટે ઝડપ પકડી જ લીધી હતી. ૩૬ બોલમાં ૪૭ રન બનાવીને રમી રહ્યા હતા પરંતુ ત્યારે જ ૧૩ મિ ઓવરમાં કર્ણ શર્માના બોલ પર ધોનીએ તેને સ્ટમ્પ આઉટ કરી દીધો.

પાછલા કેટલાક વર્ષોથી ધોની આઈપીએલમાં બેટિંગમાં સારું પરફોર્મન્સ નહોતું કરી શકતા. આ વખતે તે પણ કામ કરી લીધું છે. ફાઈનલ અગાઉ આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં ધોની ૧૨ માં અને ચેન્નઈ ટીમમાંથી સૌથી વધુ રન બનાવનારામાં બીજા નંબરે છે. તેમણે ૧૫ મેચોમાં ૭૫ ની એવરેજથી ૪૫૫ રન બનાવ્યા છે.