આ વ્યક્તિએ 5 ટન સોનું દાન આપી યુદ્ધ સમયે દેશની સેનાને કરી હતી મદદ

Spread the love

આવો જાણીએ એક એવા નવાબની વાત જેણે ભારતીય સેનાને કરી હતી 5 ટન સોનાની આર્થિક મદદ…

આજે અમે આપને એક એવા દેશ ભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે મુસિબતનાં સમયે ભારતીય સેના માટે પોતાની તિજોરી ખુલ્લી મુકી દીધી હતી.

આપણાં દેશમાં એવા ઘણા મહાનુભાવો જન્મ્યા છે જેમણે પોતાની જાતને આ દેશ માટે ખપાવી છે અને એવા પણ લોકો છે જેમણે મુસિબતનાં સમયે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેશ માટે મહાન બલિદાન આપ્યાં છે.

અમે આજે જે વાત કરી રહ્યા છીએ તે વાત 1965ની છે. અને વાત છે હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલીની.

એ સમયે મીર ઉસ્માન અલી એટલાં અમીર હતા કે તેમની સંપત્તિ હાલના અમેરિકાની અર્થવ્યવસ્થાના લગભગ 2 ટકા જેટલી હતી.

જેના કારણે વૈશ્વિક અખબાર ટાઈમ પત્રિકા એ 1937માં તેના કવર પેજ પર નવાબનો ફોટો પણ મૂક્યો હતો.

જ્યારે ચીને ભારત માટે મૂશ્કેલી ઉભી કરી

1965માં જ્યારે ભારત પાકિસ્તાન સામે હજી જીતી જ રહ્યું હતું કે ચીને ભારત સામે તિબેટ માટે આંખ બતાવવાનું શરૂ કર્યું. અને ભારત બીજા યુદ્ધ માટે તૈયાર હતું પણ સૌથી મોટી સમસ્યા હતી ગોળા-બારૂદ અને હથિયારનો.

પણ ભારતીય સેનાનો જજબો અને ઝનૂન બિલકુલ ઓછો ન હતો. સેના તો લડી લેવાના મૂડમાં જ હતી. ત્યારે ભારત સરકાર નાણાંકીય સમસ્યાથી લડી રહી હતી.

કારણ કે પાકિસ્તાન સામે યુદ્ધ દરમિયાન ઘણા પૈસા વપરાય ગયા હતા. તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતીય રક્ષા કોષની રચના કરી અને લોકોને દાન આપવા અપીલ કરી હતી.

મુસિબતનાં સમયે સામે આવ્યા નિઝામ

પ્રધાનમંત્રી શાસ્ત્રીએ લોકો અને રાજા રજવાડાં ને મદદ કરવા માટે અપીલ કરી ત્યારે નિઝામ પણ આ વાત સાંભળી રહ્યાં હતાં. તેમણે તરત જ પ્રધાનમંત્રીને હૈદરાબાદ આવવા માટે આમંત્રણ આપ્યું અને શાસ્ત્રીએ એ આમંત્રણ સ્વીકારી તરત જ હૈદરાબાદ પહોંચ્યાં.

ત્યાં એરપોર્ટ પર નિઝામે તેમનું સ્વાગત કર્યું અને તેમને લઈ મહેલ પર પહોંચ્યાં.

બંને વચ્ચે વાતચીત થઈ અને નિઝામે તરત જ પ્રધાનમંત્રીને કહ્યું કે હું ભારતીય સેના માટે મારી સંપત્તિમાંથી 5 ટન સોનાનું દાન આપું છું એને સ્વીકાર કરો અને નિડર થઈને યુદ્ધ કરો આપણે અવશ્ય વિજયી બનીશું.

ચહેરા પર મુસ્કાન સાથે આટલી મોટી રકમ દાન આપતાં જોઈ પ્રધાનમંત્રી શાસ્ત્રી પર ભાવુક થઈ ગયાં.

આ ઘટના બાદ નિઝામ મીર ઉસ્માન અલીની ચર્ચા આખા દેશમાં થવા લાગી.

નિઝામ મીર ઉસ્માન અલીની આ દાનની વાત જ્યારે મીડિયામાં આવી ત્યારે આખા દેશમાં નિઝામની વાહવાહી થવા લાગી અને દેશ માટે મહાન બલિદાન આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો.

આ જોતાં વિદેશી મીડિયા પણ તેમનાં બલિદાન બદલ તેમની ચર્ચા કરવા લાગ્યું. આમ નવાબ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયાં.

આ દાન વિશ્વનું સૌથી મોટું દાન છે એક સાથે 5 ટન સોનાનું દાન એટલે લગભગ 1600 કરોડ રૂપિયા થાય.

તે પણ કોઈ વ્યક્તિ દ્વારા એક સાથે આપ્યું હોવાનું હજી ક્યાય જાણવા મળ્યું નથી.

આથી આ દાન વિશ્વનું સૌથી મોટું દાન છે અને કદાચ આવનારાં ઘણાં સમય સુધી આ રેકોર્ડ હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલીનાં નામે ટકી રહેશે.