અંધ ભક્તો ફેરવે છે તે વસ્ત્રાલ મેટ્રોનો નહીં પણ કોંગ્રેસે લાવેલ જયપુર મેટ્રોનો ફોટો છે….

Spread the love

ભાજપના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો ઘણીવાર સોશિયલ મિડિયામાં ફેક ફોટા ફેરવતા જોવા મળ્યા છે, જો કે તેમાંથી ઘણા એટલા અંધ થઇ જાય છે કે સાચું બતાવીએ તો પણ માનવા તૈયાર નથી થતા.

તાજેતરમાં હાર્દિક પર હુમલો કરનાર વ્યક્તિ કોંગ્રેસનો માણસ છે એવું સાબિત કરવા બિહારના અખિલેશ કટીયારના રાહુલ ગાંધી સાથેના ફોટા સાથે તરુણ ગજ્જર નામના હુમલાખોર સાથે સરખાવીને બતાવતા હતાં, અને એ હુમલાખોર ભાજપનો માણસ સાબિત થઇ જવા છતાં તેઓ ફેક પ્રોપોગાંડા ચલાવતા રહ્યા.

છેલ્લે તેઓ વસ્ત્રાલ મેટ્રોના નામે એક ફોટો ફેરવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આને કહેવાય વિકાસ.. હવે અમે તો વસ્ત્રાલ અને આજુબાજુના દરેક વિસ્તાર તપાસ્યા પણ એવા કોઈ બ્રિજ ના દેખાયા.

ત્યારબાદ આ ફોટોની વધારે તપાસ કરતા ખબર પડી કે આ ફોટો વસ્ત્રાલનો નહીં પણ જયપુર મેટ્રોનો છે, જે કોંગ્રેસની અશોક ગહેલોત સરકાર દ્વારા શરુ કરાયેલા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ છે.

આમ કોંગ્રેસની સરકારના કામની મોદી અને ભાજપના નામે ચડાવીને ખોટી વાહવાહી કરતાં અંધ ભક્તો જોવા મળે તો તેમને તમારે શું કરવાનું રહેશે ?

ગુગલ પર જઈને જયપુર મેટ્રો સર્ચ કરવાનું, તેમાં પ્રથમ જ લિંક જયપુર મિત્રોની વિકિપીડિયાની હશે, તેમાં જ આ ફોટો છે, તે લિંક અને ગુગલમાં જયપુર મેટ્રો સર્ચ કર્યું હોય તે લિંક આવું જુઠ્ઠાણું ફેલાવનારને આપી દેવાની રહેશે.

મિત્રો આવું કંઈપણ જુઠ્ઠાણું કોઇપણ પક્ષના લોકો સોશિયલ મિડિયા પર ફેલાવી રહ્યા હોય અને તમને તેના પર શંકા જાય તો અમારા ફેસબુક પેજના ઈનબોક્સમાં મોકલી આપવું, અમે બની શકે તેટલી શોધખોળ કરીને તેનું ફેક્ટ ચેક કરીને સત્ય સામે લાવીશું.