ગણેશ ચતુર્થી : તમારી રાશિ અનુસાર કરો આ કામ, પૂરી થશે મનોકામના

Spread the love

ભારતને તહેવારોનો દેશ પણ કહેવામાં આવે છે, અહિયાં એક બાદ એક સતત તહેવારો ધામધૂમથી મનાવાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે તહેવારોની શરુઆત પ્રથમ પૂજ્ય કહેવાતા ભગવાન શ્રી ગણેશનું આગમન એટલે કે ગણેશોત્સવથી થવા જઈ રહી છે.

આ વર્ષે એટલે કે ૨૦૧૯ માં ગણેશ ચતુર્થી ૨ સપ્ટેમ્બરે ઉજવાશે. ધાર્મિક માન્યતા અનુસાર ગણેશજીનો જન્મ ભાદ્ર પદ શુક્લ પક્ષ ચતુર્થીના મધ્યાહ્ન કાળમાં, સ્વાતી નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો આ કારણથી આ ચતુર્થી મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી કહેવાય છે.

જણાવી દઈએ કે આપણા ભારત દેશમાં આ પર્વને ધામધુમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન ૧૦ દિવસ સુધી ભગવાન ગણેશ દરેક ઘરમાં બિરાજમાન થાય છે. સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ૧૦ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલી પૂજા તમને વિશેષ ફળ પ્રદાન કરે છે, આ જ કારણ છે કે આ તહેવાર ધામધુમથી ઉજવાય છે. આમ તો દરક ગણેશ ચતુર્થી પર બધા જ લોકોએ ગણેશજીની પૂજા અર્ચના કરવી જોઈએ પરંતુ આજે અમે તમને દરેક રાશિની અનુસાર જણાવશે કે કઈ કઈ રાશિવાળાઓએ કેવી રીતે પૂજા કરવી જોઈએ.

સૌથી પહેલા વાત કરીએ મેષ અને વૃશ્વિક રાશિની તો તે પોતાનામાં જ સ્વામી હોય છે, આ રાશિના જાતકોએ લાડુનો વિશેષ ભોગ ધરવો જોઈએ જેથી તેમના સામર્થનો વિકાસ થાય છે.

તો જો વાત કરીએ વૃષભ અને તુલા રાશિની તો ભગવાન ગણેશને મોદક ઘણા પસંદ હોય છે તો તેમના મોદક ચડાવવાથી તેમને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.

મિથુન તેમજ કન્યા રાશિના જાતકોએ ગણેશજીના પૂજન દરમિયાન પાન જરૂરથી ચડાવવું જોઈએ, તેનાથી તેમની વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્તિ થશે.

જો વાત કરીએ ધનુ અને સિંહ રાશિના જાતકોની તો ફળનો ભોગ અવશ્ય ચડાવવો જોઈએ જેથી તમને જીવનમાં સુખ, સુવિધા અને આનંદની પ્રાપ્તિ થઈ શકે.

હવે વાત કરીએ મકર અને કુંભ રાશિના જાતકોની તો તેમને ગણપતી બાપ્પાને સુકા મેવાનો ભોગ ચડાવવો જોઈએ, જેનાથી તમે તમારા કર્મના ક્ષેત્રમાં પ્રગતી કરી શકો.

સિંહ રાશિના જાતકોને ભગવાન ગણેશજીને વિશેષ રૂપથી કેળાનો ભોગ ચડાવવો જોઈએ જેનાથી જીવનમાં તીવ્ર ગતિથી આગળ વધી શકાય.

એટલું જ નહીં, કર્ક રાશિના જાતકોએ સફેદ પતાસા, તેમજ ધાન ઉપરાંત લાવાનો ભોગ ચડાવવો જોઈએ જેનાથી આપણું જીવન સુખ શાંતિથી ભરપુર રહે.