એસીડીટીથી છુટકારો મેળવવા અજમાવો આ ઉપાય

Spread the love

આજના સમયમાં લોકો ભાગદોડવાળી જિંદગીમાં અને ફાસ્ટફૂડ આરોગવાની લ્હાયમાં એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. આ સમસ્યા ખાવાપીવાની પદ્ધતિથી ઉભી થાય છે. તેનાથી છુટકારો મેળવવા લોકો જાતજાતની દવાઓ અજમાવે છે પરંતુ તેની સાઈડ ઈફેક્ટસ પણ હોય છે.

સમાંન્ય્પને લોકો એસીડીટીથી હેરાન થતા હોય તેમણે પોતાની ખાવાની પદ્ધતિ અને નિયમોમાં ફેરફાર કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે તો કેટલાક તેવા પણ ખોરાક છે જેના સેવનથી એસીડીટીની સમસ્યા તો દુર થઇ જ જશે સાથે સાથે તમારા શરીરને થશે અનેક લાભપ્રદ ફાયદા.

આવો જાણીએ એસીડીટીથી છુટકારો મેળવવા કઈ વસ્તુઓ આરોગવી જોઈએ.

તરબૂચ

ત્તરબૂચમાં જરૂરી પ્રમાણમાં એન્ટી ઓક્સીડેનટ્સ અને ફાયબર હોય છે, જેનાથી શરીર અને પેટને ઠંડુ રાખી શકાય છે અને તેના દ્વારા શરીરનું પીએચ સ્તર પણ નીચે આવે છે તેથી એસીડીટીથી રાહત મળે છે.

નારીયેળ પાણી

નારિયેળ પાણી શરીર માટે ઘણું ઉપયોગી રહે છે. તેનાથી શરીરમાં જરૂરી તત્વોની પુર્તી કરવામાં પણ મદદ મળે છે. નારિયેળ પાણી શરીરમાંથી ટોક્સીન્સ નિકાળી દે છે. તેના કારણે નારિયેળ પાણીના સેવનથી એસીડીટીની સમસ્યાને દુર કરી શકાય છે.

વિટામીન A ની કમી હોય તો કરો આ પદાર્થોનું સેવન

કેળા

કેળામાં એન્ટી ઓક્સીડેન્ટ અને પોટેશિયમ બહુ મોટી માત્રામાં હોય છે. જે એસીડ રીફલકસને ઓછું કરે છે, ફાયબરને કારણે એસીડીટીથી છુટકારો મળે છે.

ઠંડુ દૂધ

દૂધ શરીર અને હાડકા માટે ઘણું લાભપ્રદ સાબિત થાય છે. તો ઠંડુ દૂધ પીવાથી એસીડીટીની સમસ્યાથી પણ છુટકારો મળે છે. ઠંડુ દૂધ એસીડ રીફલકસ અને પેટમાં બળતરાને શાંત કરે છે.