ભાજપને મોટો ફટકો..!! આ ધારાસભ્યનું સસ્પેન્શન રદ્દ થતા વિધાનસભામાં કોંગ્રેસ થઇ મજબુત..

Spread the love

ગુજરાતમાં ભાજપને એક પછી એક ફટકા પડી રહ્યા છે, ભાજપને તાજેતરમાં જ વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર થતા મોટો ફટકો પડ્યો અને દિવાળી બગડી હતી તો ત્યારબાદ હવે ફરીથી એક આંચકાજનક સમાચાર આવ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ અને પાછળથી કોંગ્રેસમાં જોડાયેલા ભુપેન્દ્ર ખાંટને અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ત્યારે તાલાલા વિધાનસભાની તો પેટા ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવી હતી લોકસભા સાથે જ પરંતુ ભગાભાઈ બારડ દ્વારા કોર્ટમાંથી સ્ટે લઇ આવવામાં આવતા તે રદ્દ કરવામાં આવી જો કે ત્યારબાદ પણ વિધાનસભા અધ્યક્ષે તો સસ્પેન્શન યથાવત જ રાખ્યું હતું.

છેલ્લા વિધાનસભા સત્રમાં પણ ભગાભાઈ બારડ નહોતા જોડાયા, તેઓ ધારાસભ્ય પદેથી તો સસ્પેન્ડ જ રહ્યા હતા જેને વિધાનસભા સ્પીકરે રદ્દ નહોતું કર્યું એટલે વિધાનસભાની કાર્યવાહીથી તેઓ દુર રહ્યા હતા.

જો કે કોર્ટ દ્વારા ભગાભાઈ બારડની અરજીનો નિકાલ ના થાય ત્યાં સુધી તેમની સજા પર સ્ટે આપવામાં આવ્યો હતો. પરંતુ અધ્યક્ષ દ્વારા ભગાભાઈ બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે તેઓ ધારાસભ્ય પદ પર યથાવત રહ્યા છે.

તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500 નો દંડ પણ ફટાકાર્યો હતો. ત્યારબાદ ૧૦ હજારના બોન્ડ પર તેઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

ભગાભાઈને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી હતી. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવાના આરોપ હેઠળ તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

તો તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે ‘ મારૂં સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારે હું સેશન્સ કોર્ટ, હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટ તેના પર રોક લગાવી હતી. આ સ્ટેના આધારે મેં સરકારને અરજી આપી હતી.

હાઇકોર્ટના ચુકાદા અને કાયદા અંતર્ગત મને જે રક્ષણ મળેલું છે, તેના મુજબ જ મને આજે ફરીથી સભ્ય તરીકે કાર્યરત કર્યો છે. મને ગઈકાલે પણ કાયદા પર વિશ્વાસ હતો અને આજે પણ છે. મારે આ કાનુની પ્રક્રિયા વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી.

આમ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધીને ૭૩ ધારાસભ્યોનું થયું છે, ભાજપના ૧૦૩ ધારાસભ્ય છે, અપક્ષ એક ધારાસભ્ય છે (જીગ્નેશ મેવાણી કે જે કોંગ્રેસ સમર્થિત જ છે), તો દ્વારકા અને મોરવા હડફ બેઠક પર કોર્ટના ચુકાદાની રાહ જોવાઈ રહી છે.

જેમાંથી મોરવા હડફ બેઠક પર અપક્ષ જીતેલા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયેલા ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાંટ ધારાસભ્ય તરીકે હતા અને તેમના સભ્યપદ રદ્દ કરવામાં આવેલું છે.