ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેંટ દ્વારા ઉજવાયો”સોશિયલ મીડિયા ડે”

Spread the love

યોગેશ રવાણી, જતિન ત્રિવેદી, ચિરાગ શાહ દ્વારા સોશિયલ મીડિયા સેફ્ટી, આઈટી એક્ટ તથા ઇંટેલેક્ક્યુયલ પ્રોપર્ટી ઉપર માર્ગદર્શન અપાયું

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩૦ જુનના રોજ “સોશિયલ મીડિયા ડે” ની ઉજવણી કરવામાં આવે છે ત્યાંરે ભારતમાં ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેંટે પ્રશસનીય પહેલ કરી રાજીવ ગાંધી ભવન – અમદાવાદ ખાતે “સોશિયલ મીડિયા ડે” ઉજવણી નિમિતે ખાસ ગેસ્ટ લેકચર સીરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગેસ્ટ લેક્ચર સીરીઝમાં યોગેશ રવાણી (એડવોકેટ – ગુજરાત હાઇકોર્ટ) , જતિન ત્રિવેદી ( I.P.R .Attorney & Advocate ), તથા ચિરાગ શાહ (સોશિયલ મીડિયા એક્સપર્ટ ) સોશિયલ મીડિયા, સોશિયલ મીડિયા સેફ્ટી, આઈટી એક્ટ તથા ઇંટેલેક્ક્યુયલ ઉપર મહત્વ પૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત સોશિયલ મીડિયાના ઉપયોગના લાભ – ગેરલાભ તથા પાસવર્ડની ગોપનીયતા, શું પોસ્ટ કરવું અને શું નહિ તથા સોશિયલ મીડિયા સંબંધિત કાયદા અંગે પણ ઉપસ્થિત શ્રોતાઓએ ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો.

“સોશિયલ મીડિયા ડે”ના આયોજન અંગે પત્રકારો સાથે ને વાતચિતમાં ભારતમાં ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેંટ કોર્ડિનેટર  હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમે ભારતમાં સૌ પ્રથમવાર સોશિયલ મીડિયા ડે ઉજવેલ છે. ભારતમાં વિકાસની સાથે સાથે યુવાનો માં આગળ વધવાનો અને કઈક કરી દેખાડવા નો જુસ્સો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ પોતાના હક અને વિચારો ખુબજ સારી રીતે પ્રદશિત કરી શકે છે. આજે અમે લોન્ચ કરેલ ઈ-બુક “21મી સદીનું ધારદાર શસ્ત્ર – સોશિયલ મિડીયા” ગુજરાત કોગ્રેસની વેબસાઇટ WWW.GUJARATCONGRESS.IN પર નિશુલ્ક ઉપલબ્ધ છે, જે યુઝર માટે ખુબ ઉપયોગી બની રહેશે

અમદાવાદ શહેર સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ આગેવાની સહિત મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા કાર્યકર્તાઓએ હાજરી આપેલ હતી