ગુજરાતમાં યોજાયેલી આ પરીક્ષામાં નપાસ થયેલા લોકો વિશે જાણીને ચોંકી ઉઠશો..!!

Spread the love

આમ તો ગુજરાતમાં યોજાતી સરકારી પરીક્ષાઓ દર વખતે કોઈને કોઈ કારણથી ચર્ચા ઉભી કરતી હોય છે, પેપર ફૂટવાથી લઈને કૌભાંડ જેવા અનેક બાબતોને લીધે ચર્ચાસ્પદ રહી ચુકી છે. તો વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ગણતરીની જગ્યા માટે લાખો લોકો ફોર્મ ભરે છે, પરીક્ષા આપે છે તેના પરથી બેરોજગારીની પરિસ્થિતિનો ખ્યાલ આવી જતો હોય છે.

ત્યારે આ વખતે થયું છે દર વખત કરતા કંઈક અલગ. પરીક્ષા હતી જિલ્લાઓમાં જજોના પદ માટે યોજાયેલી પરીક્ષા.

ગુજરાતમાં જિલ્લા જજોની પોસ્ટ માટે પસંદગી અટકી ગઈ છે, થયું છે કંઈક એવું કે જિલ્લા જજોની ઘણી જગ્યા ખાલી પડી હતી. તેમાંથી ૬૫ ટકા બેઠકો પર સીનીયર સિવિલ જજોનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.

બાકીની ખાલી સીટો પર ભરતી માટે લેખિત પરીક્ષા કરાવવામાં આવી. આ પરીક્ષામાં પાસ થનારા લોકો મૌખિક પરીક્ષા માટે પસંદ કરવામાં આવ્યા હોત, પછી તેમની પસંદગી થઇ હોત.
બચેલી આ ૪૦ બેઠકો માટે ૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ લેખિત પરીક્ષા થઇ.

ત્યારે NBT ની ખબર અનુસાર ૨૬ જગ્યાઓ માટે પરીક્ષા થઇ. અને બાકી બચેલી ૧૪ જગ્યાઓ માટે એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પરીક્ષામાં બેઠા. કુલ ૧૩૭૨ વકીલોની અરજી આવી હતી. જુનમાં ઓનલાઈન પરીક્ષા દ્વારા તેમાંથી લગભગ ૧/૩ ઉમેદવારો પસંદ કરવામાં આવેલા, જેમને લેખિત પરીક્ષામાં બેસવાની પણ તક મળી. આ રીતે ૧૧૯ જજ અને ૪૯૪ વકીલોએ આ પરીક્ષા આપી.

ગુજરાત હાઈકોર્ટના પોર્ટલ પર મુકવામાં આવ્યું

રીઝલ્ટ ગુજરાત હાઈકોર્ટના પોર્ટલ પર લગાવવામાં આવ્યું રિઝલ્ટ. NIL નો અર્થ કોઇપણ આ પરીક્ષામાં પાસ નથી થયું. આ ૧૧૯ જ્જોમાથી ૫૧ જજ ગુજરાતની કોઈ ને કોઈ અદાલતમાં જજ છે. મોટાભાગના પ્રિન્સિપલ જજ કે ચીફ જયુડીશિયલ મેજિસ્ટ્રેટના પદ પર હતા.

માર્ચમાં આ પરીક્ષા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના પોર્ટલ પર આ પરીક્ષાના પરિણામ સોમવારે સાત ઓક્ટોબરે આવ્યા હતા. જેમાં જાણકારી મળી કે તેમાંથી કોઇપણ પાસ નથી થયું. ત્યારે ફરીથી આવા પરિણામે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.