માણસાઈ પર કહાની – આ દુનિયામાં સારા લોકો પણ હોય છે..!! ઈમોશનલ વાત

Spread the love

મિત્રો, ભલે આ દુનિયામાં કળિયુગની શરૂઆત થઇ ચુકી છે, પરંતુ હજુપણ માનવતા જીવે છે. આજે પણ આ દુનિયામાં સારા લોકોની પણ કમી નથી અને તેવા જ એક સારા વ્યક્તિની ઘણી ઈમોશનલ વાત અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.

આ કહાની ઘણી રસપ્રદ છે એટલે તેને અંત સુધી જરૂરથી વાંચો અને કમેન્ટમાં પોતાની ફીલિંગ્સ પણ જણાવજો..

એક ૮ વર્ષના બાળકે પોતાનો ગલ્લો (piggy bank) તોડ્યો અને તેમાં જેટલા પણ રૂપિયા હતા તે ઘણી સારી રીતે બે – ત્રણ વખત ગણ્યા. તે બાળક રૂપિયા લઈને એક દવાની દુકાનમાં ગયો.

ફાર્મસી પર તે બાળકે જોયું કે કેટલાક લોકો ઉભા હતા એટલે તે પણ ઉભો થઇ ગયો અને જ્યાં ત્યાં દવાઓ તરફ જોવા લાગ્યો. જયારે બધા લોકો દુકાનેથી જતા રહ્યા તો દુકાનદારે તે બાળકને જોયો અને આશ્ચર્યમાં પૂછ્યું ‘બેટા.. તને શું જોઈએ છે ?

માણસાઈ પર કહાની

બાળક : મને એક ચમત્કારિક દવા જોઈએ છે. મારી બહેન બહુજ બીમાર છે અને મારા પપ્પા કહે છે કે માત્ર ચમત્કાર જ મારી બહેનને બચાવી શકે છે.

દુકાનદાર : નહીં બેટા.. આવી કોઈ દવા અહિયાં નથી મળતી.

બાળક : મારી પાસે પૈસા છે, જો તમને વધારે રૂપિયા જોઈએ તો હું લાવી દઈશ પણ મને તે ચમત્કારિક દવા આપી દો નહિતર મારી બહેન મને છોડીને જતી રહેશે. મને કહો કેટલા રૂપિયા લાગશે.

તે બાળકની બાજુમાં એક લાંબો વ્યક્તિ ઉભો હતો જે આ બધું સાંભળી રહ્યો હતો, તે વ્યક્તિએ બાળકને પૂછ્યું, ”તારી બહેનને શું થયું અને તને કેવી ચમત્કારિક દવા જોઈએ છે, મને જણાવ.”

તે બાળકે કહ્યું ‘મને ફક્ત એટલી ખબર છે કે મારી બહેન ઘણી બીમાર છે, તેના માથામાં ઘણો દુખાવો થાય છે અને ડોક્ટર કહે છે કે તેના માટે ઓપરેશન કરવું પડશે પરંતુ મારા પપ્પા પાસે પૈસા નથી એટલે મારા પપ્પા કહે છે કે હવે મારી બહેનને બસ કોઈ ચમત્કાર જ બચાવી શકે છે.

હું મારી બહેનને બચાવવા માટે મારા બધા જ પૈસા લઈને આવ્યો છું.

તે વ્યક્તિએ બાળકને પૂછ્યું કે ‘કેટલા રૂપિયા છે તારી પાસે ?

બલકે કહ્યું, ”મારી પાસે ૨૬૦ રૂપિયા છે”

તે વ્યક્તિએ કહ્યું ”ચમત્કાર માટે આટલા રૂપિયા ઘણા છે, મને જલ્દીથી તારી બહેન પાસે લઇ જા, હું જોઉં છું કે શું કરી શકું છું.”

તે નાની બાળકીને બ્રેઈન ટ્યુમર હતું અને તે વ્યક્તિ ઘણો જાણીતો ડોક્ટર હતો: બાળકીનું ઓપરેશન સફળ રહ્યું અને તેનો જીવ બચી ગયો. ઓપરેશન બાદ બાળકીના પપ્પાએ ડોક્ટરને પૂછ્યું ”ઓપરેશનના કેટલા રૂપિયા થયા?”

ડોકટરે તે બાળક તરફ જોતા માં ને કહ્યું ”મને આ ઓપરેશનની ફી તમારા પુત્રે આપી દીધી છે, તેની ફી હતી ૨૬૦ રૂપિયા”

માં સમજી ગઈ અને તેના પોતાના પુત્રે ગળે લગાવીને ઘણો પ્યાર કર્યો.

મિત્રો, આ માણસાઈની કહાની આપણને જણાવે છે કે ભગવાન પર ભરોસો રાખો પરંતુ તેના પહેલા પોતાના પર પણ વિશ્વાસ રાખો. આજના સમયમાં સારા માણસો પણ હોય છે અને ચમત્કાર પણ થાય છે !