હાર્દિક પર હુમલો કરનારા ભાજપના યુવકથી તેના જ પિતાએ કર્યો કિનારો.. કહી આ વાત

Spread the love

હાર્દિક પટેલ પર સુરેન્દ્રનગર લોકસભાની વઢવાણ વિધાનસભાના બલદાણા ગામમાં એક જાહેર સભા દરમિયાન હુમલો કરનાર તરુણ ગજ્જર વિશે જાતજાતના ખુલાસા થઇ રહ્યા છે.

ભાજપની સભાઓમાં અને નેતાઓ સાથે દેખાતા આ તરુણ ગજ્જરે અગાઉ ત્રણ વખત હાર્દિક પર હુમલાના પ્રયાસ કર્યા હતાં ત્યારબાદ તેના વિશે વધુ તપાસ કરવામાં આવતા ઘણા ખુલાસા થયા છે.

તરુણ ગજ્જરના કડી પાસે જાસલપુર ગામમાં આવેલા ઘર પર તેના પિતાને આ અંગે પ્રશ્ન કરવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, ‘તરુણ ૧૫ દિવસથી ઘરે નથી આવ્યો અને અમે તેના સંપર્કનો પણ કોઈ પ્રયત્ન કર્યો નથી.

વધુમાં જણાવ્યું હતું કે, તેમને આ હુમલાની ઘટના અંગે કોઈ ખબર નથી, તો તરુણ બહાર જવાનું કહીને ૧૫ દિવસ અગાઉ જતો રહ્યો હતો અને હજુસુધી તેના પિતાએ કોઈ સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો નથી.

તો તે કયા રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે સહિતના અનેક પ્રશ્નોમાં તેના પિતા ‘ખબર નથી’, ખબર નથી’ તેવું રટણ કરતાં રહ્યા.

હકીકતમાં તરુણ ગજ્જર જાસલપુર ગ્રામ પંચાયતમાં સભ્ય છે અને ભાજપનો જાસલપુરના શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છે પરંતુ તેના ઘરના લોકો તેની કોઈ જ પ્રવૃત્તિ કે કામગીરી વિશે જાણતા ના હોય તેમ અજાણ્યા બની રહ્યા છે અને તરુણથી કિનારો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તરુણ જાસલપુર ગ્રામ પંચાયતનો સભ્ય છે, જમીનની લે વેચનું કામ કરે છે, તેની પત્ની અને પુત્ર સાથે કડીમાં રહે છે અને અગાઉ ભાજપના નેતાઓ અને મીટીંગોમાં દેખાઈ ચુક્યો છે. તથા ફેસબુક પર પણ ભાજપનું સમર્થન કરતો જોવા મળ્યો છે.

તો સુરક્ષાના ભાગરૂપે તરુણ ગજ્જરના ઘર આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો છે.