એકવાર સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર પણ જુઠ્ઠું બોલ્યા હતા..!! જાણો

Spread the love

સત્યવાદી તરીકે જેઓ ઓળખાય છે તેવા હરિશ્ચન્દ્ર પણ એક વખતને માટે ખોટું બોલ્યા હતા, જાણો એવી તો શું પરિસ્થિતિ સર્જાઈ હશે કે તેઓ ખોટું બોલ્યા.

રાજા હરિશ્ચન્દ્રને કોઈ પુત્ર કે પુત્રી નહોતા થઇ રહ્યા. તેમણે વરુણ દેવતાની પૂજા કરી અને તેમને કહ્યું કે જો તમે મને એક પુત્ર આપી દો તો હું તેને યજ્ઞ પશુ બનાવીને તમારો યજ્ઞ કરીશ. વરુણ દેવતા પ્રસન્ન થઇ ગયા.

હરિશ્ચન્દ્રને પુત્ર થયો અને તેનું નામ રાખવામાં આવ્યું રોહિત. વરુણ ભગવાને કહ્યું હવે યજ્ઞ કરાવો. હરિશ્ચન્દ્રને પુત્ર પર પ્રેમ આવી રહ્યો હતો.

તેમણે કહ્યું કે જયારે બાળક દસ મહિનાનું થઇ જાય ત્યારે જ યજ્ઞને લાયક થશે. ભગવાન વરુણે રાહ જોઈ. ફરીથી દસ મહિના બાદ વરુણ દેવના પૂછવા પર હરિશ્ચન્દ્રએ કહ્યું કે બાળકના દાંત આવી જવા દો. પછી યજ્ઞ કરીશું.

આવા જ બહાના બતાવી બતાવીને હરિશ્ચન્દ્રએ ભગવાન વરુણને ઘણા વર્ષો સુધી ટાળ્યા. હકીકતમાં હરિશ્ચન્દ્રને બાળકથી મોહ થઇ ગયો હતો અને તેઓ તેને ખોવા નહોતા માંગતા એટલે ખોટું બોલીને તે વાતને ટાળતા રહેતા હતા.

જયારે રોહિતને ખબર પડી કે તેના પપ્પા તો તેની સામે આવું વચન આપીને બેઠા છે અને તે જંગલ તરફ નીકળી પડ્યો.

કેટલાક વર્ષો પછી તેને ખબર પડી કે વરુણ દેવતા રાજા હરિશ્ચન્દ્ર પર કોપાયમાન થયા છે અને તેઓ બીમાર પડી ગયા છે. તે ઘરે જવા ગયો તો ઇન્દ્રદેવે તેને રોકી લીધો.

છ વર્ષ બાદ રોહિતે અજીતર્ગ નામના એક ગરીબ બ્રાહ્મણ પાસેથી તેના પુત્ર શુન: શેપને ખરીદ્યો. તેને યજ્ઞ પશુ બનાવીને યજ્ઞ કર્યા બાદ હરિશ્ચન્દ્રની બીમારી ખત્મ થઇ અને વરુણ દેવે તેમને માફ કર્યા.

(શ્રીમદ્ભાગવત મહાપુરાણ)

માહિતી સોર્સ ધી લલ્લનટોપ