હાર્દિક પટેલ નહીં લડી શકે ચૂંટણી. હાઈકોર્ટે આપ્યો ચુકાદો, જાણો હવે શું કરશે..

Spread the love

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને કોંગ્રેસ જામનગરથી લોકસભાની ચૂંટણી લડાવવા તૈયાર થઇ હતી ત્યારે હાર્દિક પટેલ પર કોર્ટમાં અનેક કેસ ચાલી રહ્યા હોવાથી તેણે કોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટમાં ઘણીવાર સુનવણી થયા બાદ અંતે આજે ચુકાદો આવ્યો જેમાં હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી છે.

જેથી હાર્દિક હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.

કોર્ટે જણાવ્યું છે કે, હાર્દિક વિરુદ્ધ અનેક ફરિયાદો છે. સજા પર સ્ટે મુકવાની આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

તો હાઈકોર્ટે આ અરજી ફગાવતા હવે સુપ્રિમ કોર્ટમાં અરજી કરશે તેવું કહેવાઈ રહ્યું છે.

જો કે હાર્દિક પટેલે અગાઉથી જ આ અંગેની તૈયારી રાખી હતી.

તો કોંગ્રેસે પણ ભાજપ પર આક્ષેપો કર્યા છે કે, ભાજપ એક ૨૫ વર્ષના યુવાનથી ડરી ગઈ છે, ભાજપને ખબર છે કે પોતાનો સફાયો થઇ જવાનો છે એટલે જ હાર્દિક પટેલને ચૂંટણી લડવાથી રોકી રહી છે.

વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલ પર ગુનો નોંધાયો હતો અને સજા થઇ હતી, જો કે ત્યારબાદ હાર્દિકને તુરંત જ જામીન મળી ગયા હતાં.

ત્યારે હવે હાર્દિક પટેલ સુપ્રિમ કોર્ટમાં જશે તો પણ તેની પાસે ઘણો ઓછો સમય બચ્યો છે.

ભાજપ સરકાર યેનકેન પ્રકારે હાર્દિકને રોકવા માટે મહેનત કરી રહી છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીજી એપ્રિલ છે તો હવે તેને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હાઈકોર્ટમાં આ અંગેની સુનવણી ઘણીવાર ટળી ચુકી છે.

તો જો સુપ્રીમમાં તાત્કાલિક ધોરણે સુનવણી હાથ ધરવામાં આવે અને ચુકાદો આપવામાં આવે તો જ હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે કેમ તેનો અંતિમ નિર્ણય આવી જશે.

હાર્દિકે અગાઉ પણ જણાવ્યું હતું કે, જો તે ચૂંટણી નહીં લડી શકે તો તે અલગ અલગ બેઠકો પર ફરીને કોંગ્રેસ પક્ષ માટે પ્રચાર કરશે.

હાર્દિકે જણાવ્યું જ હતું કે કોઈ અડચણ નહીં આવે તો ચોક્કસ હું જામનગરથી લોકસભા લડીશ.

તો રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે હાર્દિકના ચૂંટણી લડવા અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘હાર્દિક પટેલ ચૂંટણી જીતશે’.

આમ હવે કોંગ્રેસ વિક્રમ માડમ, મેરામણ ગોરિયા અથવા મુળુ કંડોરિયા જામનગર લોકસભાથી ચૂંટણી લડી શકે છે, અથવા તો હાર્દિક ૩ તારીખ અગાઉ સુપ્રિમ કોર્ટથી સ્ટે લઇ આવે તો તે ચૂંટણી જીતી શકશે.