હેલ્ધી સેક્સ લાઈફ ઈચ્છો છો ? તો આ વાતોને ધ્યાનથી વાંચો….

Spread the love

હેલ્ધી સેક્સ લાઈફનો સીધો સબંધ સ્વાસ્થ્ય સાથે છે. જો સેક્સ લાઈફ સ્મુધ છે તો તેની અસર રોજબરોજના જીવન પર પણ પડે છે એટલે જ જરૂરી છે કે સેક્સ લાઈફને હેલ્ધી રાખવામાં આવે.

ખાવાપીવાનું :

જો તમે હેલ્ધી રહેશો તો સેક્સ લાઈફ પણ સારી રહેશે. એટલે જ સંપૂર્ણ આહાર લેવો જેમાં દરેક પ્રકારના પોષક તત્વો હોય. એટલે કે ખાવાનામાં પ્રોટીન, ફાઈબર, ઓમેગા- ૩, ફેટી એસીડ, વિટામિન્સ, મિનરલ હોવા જોઈએ.

વજન યોગ્ય રાખવું :

હેલ્ધી સેક્સ લાઈફ માટે એક ઘણી જરૂરી વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તે છે નિયંત્રિત વજન. સારું ખાવાની સાથે સાથે તમારે તમારા વજનનું પણ ધ્યાન રાખવું જોઈએ.

તેના માટે તમારે નિયમિત વ્યાયામ કરવાની જરૂર રહેશે. વધેલું વજન હાઈપરટેન્શન, ડાયાબિટીઝ અને ઘણી અન્ય બીમારીઓને નોતરી શકે છે, જે આપની સેક્સ લાઈફને પ્રભાવિત કરશે. તેના માટે તમારે કાર્ડિયો અને વેટ ટ્રેનીંગ કરવી પડશે.

વાતચીત કરતા રહેવું :

સારી સેક્સ લાઈફ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા સાથી જોડે આ અંગે વાત કરો. તેમને પૂછો કે ક્યાંક કોઈ તેવી વાત તો નથી જે તેમને પરેશાન કરતી હોય અથવા સબંધો દરમિયાન તેઓ કોઈ વાતથી અનકમ્ફર્ટેબલ હોય.

સ્મોકિંગ છોડવું :

યૌન જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સ્મોકિંગની આદત છોડવી સારી હોય છે. ઘણા સંશોધનોમાં તે બાબત સામે આવી છે કે ધુમ્રપાનની આદત સેક્સ લાઈફને પ્રભાવિત કરે છે.

દારૂથી રહેવું દુર :

આ સાબિત થઇ ચુક્યું છે કે જે લોકો તેવું માને છે કે દારુ પીધા બાદ યૌન જીવનનો વધુ આનંદ લઇ શકાય છે તેઓ ભૂલમાં હોય છે. આલ્કોહોલ પીવાથી મગજ પરથી નિયંત્રણ ઓછું થઇ જાય છે અને સેક્સ જીવનને સારી રીતે ઇન્જોય નથી કરી શકતા.

હેલ્ધી સેક્સ લાઈફના ફાયદા

તમામ સંશોધનોથી સાબિત થઇ ચુક્યું છે કે જેમનું યૌન જીવન સારું હોય છે તે લોકો વધારે જીવે છે. હ્રદયના રોગ અથવા સ્ટ્રોકથી વચે છે, બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે. આ ઉપરાંત તેનાથી માઈગ્રેન, ડીપ્રેશન દુર થતા જીવનનું સ્તર સારું રહે છે.