૩૭૦ ની કલમ નાબુદ કરવાના મિશનના અસલી હીરો છે આ વ્યક્તિ..

Spread the love

કલમ ૩૭૦ ને જમ્મુ કાશ્મીરમાંથી નાબુદ કરવાની ક્રાંતિ કરવામાં આવે અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો જયારે કે લદ્દાખ સંપૂર્ણપણે કેન્દ્ર શાસિત રહેશે. આમ તો કલમ ૩૭૦ ની નાબુદી પાછળ નરેન્દ્ર મોદી અને અમીત શાહની વાહવાહી થઇ રહી છે પરંતુ પડદા પાછળના ખેલાડી કોઈ અલગ જ છે.

આ સમગ્ર બાબત એક કે બે દિવસની નથી, તેની પાછળ અનેક મહિનાઓનો સમય લાગેલો છે, તેમજ જુન મહિનામાં તેની અંતિમ કક્ષાની ચર્ચાઓ ચાલી રહી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ બધી બાબતો પર જુનના અંતિમ દિવસોમાં કામગીરી વધુ ગતિમાન થઇ હતી.

તો સરકાર દ્વારા ઘણા સચિવ કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનનો પ્લાન ઘડનાર અને પડદા પાછળ કામ કરનાર અસલી હીરો આઈ.એ.એસ. અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમ છે, તેમજ ખુફિયા વિભાગને કામે લગાવી બધું પાર પાડનાર અજીત દોવાલ છે.

જુનના ત્રીજા અઠવડીયામાં 1987ની બેચના છત્તીસગઢ કેડરના આઈએએસ ઓફિસર બી.વી.આર. સુબ્રમણ્યમ ને જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા ત્યારે જ આ સમગ્ર આયોજન એક લેવલ પર લઇ જવામાં આવ્યું હતું.

B.V.R. સુબ્રમણ્યમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત અને વિશ્વાસુ IAS અધિકારીઓમાંથી એક છે. આ અગાઉ પણ તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું હતું એટલે તેઓને વડાપ્રધાન મોદી સાથે કામ કરવાનો અનુભવ પણ હતો.

તેઓ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કલમ ૩૭૦ ની નાબુદીના અભિયાનના મુખ્ય અધિકારીમાંથી એક છે. આમતો ગૃહમંત્રી હોવાથી મિશન કાશ્મીરનું કામ અમિત શાહને સોંપવામાં આવ્યું હતું જ સંભાળતા હતા અને માર્ગદર્શન આપતાં હતાં. પરંતુ તેમની ટીમના મુખ્ય હીરો સુબ્રમણ્યમ હતા.

તો આ સમગ્ર બાબતના આયોજનમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદની મુખ્ય ટીમમાં કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ, કાયદાના અધિક સચિવ (ગૃહ મંત્રાલય) આર.એસ.વર્મા, અટૉર્ની જનરલ કે.કે. વેણુગોપાલ, કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગૌબા અને કાશ્મીરની તેમની પસંદ કરાયેલી મુખ્ય ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જેમણે કાશ્મીર અંગે કાયદાકીય જાણકારી એકત્ર કરીને માર્ગદર્શન આપવાનું તેમજ આર્ટિકલ 370 નાબુદ કરવા માટે કાયદાકીય આટીઘૂંટીઓ તપાસતા હતાં.

આર્ટિકલ 370 હટાવવાના કાયદાકીય સલાહ-સૂચનો બાદ ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન કાશ્મીર ઘાટીમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ સંભાળવા પર વધારે હતુ.

આર્ટિકલ 370 એ કાશ્મીર ઘાટીમાં અતિસંવેદનશીલ મુદ્દો છે ક્યારેય પણ, કઈ પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે માટે અત્યંત વિશ્વાસુ અને પ્રધાનમંત્રીના ખાસ એવા રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સાથે મીટિંગો કરીને આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવતા ઘાટીમાં સર્જાનારા પરિણામો પર અગાઉ જ ચર્ચા વિચારણા અને સુરક્ષા અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવતાં શું થઈ શકે છે તે અંગે અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અંગે સચોટ માહિતી અને તા સ્થાનીક લેવલ પર શું થઈ રહ્યું છે આગળ શું કરી શકાય તે તમામ અભિપ્રાયો મળી શકે તે માટે જૂન મહિનામાં જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ સુબ્રમણ્મયને કાશ્મીરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું જેઓ પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય સાથે સીધા સંપર્કમાં હતા.

સુબ્રમણ્યમ પળે પળની માહિતી ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી આપતાં હતા. તેમણે જણાવેલ અને સૂચવેલા પગલાં પર જ જમ્મુ કાશ્મીમાં સુરક્ષાબળને તૈનાત કરવામાં આવ્યું અને તેમણે ઘડેલા ગ્રાઉન્ડ ઝીરો પરના સુરક્ષા પ્લાન મુજબ જ કાશ્મીર ઘાટીમાં પગલાં ભરવામાં આવ્યા.

કાશ્મીરના મુખ્ય સચિવ બી.વી. આર સુબ્રમણ્યમના જણાવવામાં આવેલા પ્લાન મુજબ ફોનનો ઉપયોગ નહીં કરીને પોલીસ, અર્ધસૈનિક દળો અને પ્રશાસનનાં પ્રમુખ અધિકારીઓ દ્વારા સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવાના આદેશો આપવામાં આવ્યા હતાં.

જેથી કરીને કોઈપણ રીતે આ પ્લાન લીક ના થઇ શકે. આ ઉપરાંત કાશ્મીરના અતિસંવેદનશીલ ગણવામાં આવતાં વિસ્તારોમાં ક્વિક રિસ્પોન્સ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી તથા ભારતીય આર્મી દ્વારા નિયંત્રણ રેખા પર વધારે એક્ટિવ રહીને સતર્કતા અને સ્ટેન્ડ ટુ માં રહેવાના આદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મિશન કાશ્મીરના પ્લાન અંતર્ગત અને કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થાના કારણોને ધ્યાને લઈને અલગાવવાદીઓને તો પહેલાથી જ એરેસ્ટ કરી દેવામાં આવ્યા હતા સાથે સાથે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી.વી.આર સુબ્રમણ્યમે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અત્યંત મહત્વના પગલા લેવાનો આદેશ અને તમામ સત્તાઓ આપી હતી.

જે અંતર્ગત સુરક્ષા વ્યવસ્થા ધ્યાને લેતા જમ્મુ કાશ્મીરના પ્રમુખ નેતાઓને હાઉસ એરેસ્ટ સાથે સાથે તેમની ગિરફ્તારી તેમજ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ સસ્પેન્ડ કરવાથી માંડીને રાજ્યમાં 144 કલમ લગાવવા સુંધીનાં પગલાં ભરવા આવ્યા હતા.