જાણો કઈ રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી, સમજો એકડાની આંટીઘૂંટી..!!

Spread the love

ગુજરાતમાં રાજ્યસભાની ૨ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ, એક જ સમયે ભરાયેલી અને એક જ સમયે જેની ટર્મ પૂરી થનારી છે તેવી આ બે બેઠકો માટે ચૂંટણી પંચે અલગ અલગ રીતે ચૂંટણી કરવાની જાહેરાત કરી.. હા ચૂંટણી પંચ એટલે એકદમ નિષ્પક્ષ અને ભાજપને તો અજાણતા જ ફાયદો થઇ રહ્યો છે હોં..!!

હવે શું છે આ આખો ખેલ ?

દરેક ધારાસભ્યના વોટની કિંમત 100 હોય છે. રાજ્યસભામાં વોટિંગમાં જીત માટે આવી ફોર્મ્યુલા હોય છે.

[( રાજ્યના કુલ ધારાસભ્યોની સંખ્યા X 100)/ (ખાલી પડેલી બેઠક+1)] +1

હાલમાં ભાજપના ૪ ધારાસભ્ય સાંસદ બન્યા તેમજ કોંગ્રેસના ૧ ધારાસભ્ય કોર્ટ દ્વારા ગેરલાયક ઠેરવાયા છે, તેથી વિધાનસભામાં કુલ સભ્ય સંખ્યા રહી ગઈ છે ૧૭૭.

હવે ૨ બેઠકોની અલગ અલગ ચૂંટણી પડી એટલે તેના માટે ઉપરની ફોર્મ્યુલા મુજબ જરૂર પડે (૧૭૭/૨ +૧) ધારાસભ્યોની. એટલે કે ૮૯  ધારાસભ્યોના મતોની જરૂર પડશે.

રાજ્યસભાના સાંસદ બનવા માંગતા દરેક ઉમેદવારને ૮૯ ધારાસભ્યોના મત જોઇશે. જે અલગ અલગ ચૂંટણી થતા ભાજપના ૧૦૧ ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ વાંધો નહીં આવે.

પરંતુ જો આ ૨ બેઠકોની ચૂંટણી અલગ અલગ થઇ હોત તો (૧૭૭/૩+ ૧) ધારાસભ્યોના મતોની જરૂર પડે. જેમાં ૫૯ + ૧ એટલે કે ૬૦ ધારાસભ્યોના મતોની જરૂર પડી હોત.

જેમાં ભાજપને બન્ને બેઠક મેળવવા માટે ૧૨૦ ધારાસભ્યોની જરૂર પડેત, જે હાલમાં તેના સંખ્યાબળ સામે ૧૮ ધારાસભ્યો ઓછા પડ્યા હોત તો કોંગ્રેસ ૭૨ ધારાસભ્યો સાથે આ બીજી બેઠક મેળવી શક્યું હોત.

જયારે કે આ બે બેઠકોની ચૂંટણી અલગ અલગ થઇ રહી છે એટલે પહેલા દરેક ધારાસભ્ય પક્ષના પ્રથમ ઉમેદવારને મત આપશે અને બાદમાં બીજા ઉમેદવારને મત આપશે તેથી પ્રોરેટાને બદલે જે પક્ષના વધુ ધારાસભ્યો હોય તેને જ ફાયદો થાય.

રાજ્યસભાની ચૂંટણીમાં દરેક ધારાસભ્યના મતની કિંમત ૧૦૦ હોય છે એટલે આ આંકડાને આપણે ૧૦૦ સાથે ગણીને જોઈએ તો કુલ એટલા મતો થાય.

આ રાજ્યસભાની ચૂંટણીમાં [( રાજ્યના કુલ ધારાસભ્યોની સંખ્યા X 100)/ (ખાલી પડેલી બેઠક+1)] +1 ફોર્મ્યુલા પ્રમાણે (૧૭૭ x ૧૦૦/  ખાલી  પડેલી ૧ બેઠક+૧) +૧

એટલે કે દરેક ઉમેદવારને રાજ્યસભાની બેઠક જીતવા માટે જોઇશે (૧૭૭૦૦/૨) +૧ = ૮૮૫૧ મતો