વિકાસની વાતો વચ્ચે અસમાનતા દુર કરવામાં વિશ્વમાં ભારતનું પ્રદર્શન છે આટલું ખરાબ..

Spread the love

ઓક્સફ્રેમએ એક રીપોર્ટ રજુ કર્યો છે. જેમાં 157 દેશોના સામાજિક ખર્ચ,કર અને શ્રમ અધિકારી સંબંધી નિતીના આધારે રેકિંગ આપવામાં આવી છે. જેમાં ડેનમાર્ક પ્રથમ નંબર પર છે..

ભારતની હાલત ખરાબ

અસમાનતા દૂર કરવામાં દુનિયામાં અન્ય દેશોની તુલનામાં ભારતનું પ્રદર્શન સૌથી વધારે ખરાબ રહ્યું છે. 157 દેશોની યાદીમાં ભારતનો ૧૪૭ mo ક્રમ આવ્યો છે. ભારત ઉપરાંત નાઈઝીરીયા, સિંગાપુર, અને આર્જેટીનાનો રિપોર્ટ પણ ખરાબ આવ્યો છે.

આ સૂચકાંકમાં 157 દેશોના સામાજિક ખર્ચ ,કર, શ્રમ અધિકાર અંતર્ગત રેન્કીંગ અપાય છે. રિપોર્ટ અનુસાર દ.કોરીયા,નામિબિયા અને ઉરુગ્વે જેવા દેશો અસમાનતા દૂર કરવા માટે નક્કર પગલા ભરી રહ્યા છે.

ભારત અને નાઈઝીરીયા જેવા દેશોનું પ્રદર્શન ખરાબ છે. અમીર દેશોની વાત કરીએ તો અમેરીકાએ પણ અસમાનતા દૂર કરવા માટે ખાસ નક્કર પ્રતિબદ્ધતા નથી બતાવી.

રેકીંગની વાત કરીએ તો સ્વાસ્થ્ય, સેવા, શિક્ષણ અને સામાજિક સંરક્ષણ પર ખર્ચમાં ભારત 151 માં સ્થાને આવ્યું. કરનિતીની પ્રગતિશીલતામાં ભારત આગળ આવ્યુ છે. ઉભરતી અર્થવ્યવસ્થાથામાં ચીન 81 નંબરે આવ્યુ છે

ભારત કરતા ચીન આગળ

રિપોર્ટ અનુસાર ચીન ભારતની તુલનામાં સ્વાસ્થ્ય પર ડબલ ખરચ કરે છે. રિપોર્ટમાં ભારતની તુલનામાં ચીન લોકોના કલ્યાણ પાછળ ચાર ગણા રૂપિયાનો ખર્ચ કરે છે. ચીન ગરીબ અને અમીર વચ્ચેનો ખાઈ દુર કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું સામે આવ્યુ છે

ડેવલોપમેન્ટ ફાઈનેંસ ઈંટરનેશનલના નિર્દેશક મૈથ્યૂ માર્ટિનના મત મુજબ ખાસ વાત તે છે કે, આ રિપોર્ટ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સમાનતાનો મતલબ રૂપિયાદાર દેશ નહીં. પરંતુ રાજનૈતિક ઈચ્છાશક્તિ હોવી જોઈએ. જેનાથી તેવી યોજનાઓ લાવી શકાય અને ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ દુર કરી શકાય

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે અસામનતાના કારણે આર્થિક વૃદ્ધી ધીમી પડી જાય છે. ગરીબી પ્રત્યે લડાઈને નજર અંદાજ કરવી સમાજ માટે ખતરારૂપ છે