India vs Ireland T 20, પ્રથમ દાવ લઇ ભારતે આયરલેન્ડ સામે ખડકયો ૨૦૮ રનનો જંગી સ્કોર..

Spread the love

ભારત અને આયરલેન્ડ વચ્ચેની પ્રથમ ટી -૨૦ મેચમાં આયરલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું નક્કી કરતાં ભારતની બેટિંગ આવી હતી, જેમાં ભારતે ૨૦ ઓવરમાં ૨૦૮ રન બનાવીને આયરલેન્ડને ૨૦૯ રનનો જુમલો આપ્યો છે.

વિરાટ કોહલીની કપ્તાનીમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા આજે ધ વિલેજ મેદાન પર આયર્લેન્ડ સામે ટી ૨૦ મેચોની સિરીઝમાં પ્રથમ મેચમાં વિજયી શરુઆત થાય તેવા ઈરાદા સાથે ઉતરી છે. આયર્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતની ટીમ માટે ઇંગ્લેન્ડના પ્રવાસની તૈયારી કરવા અને ત્યાની પરિસ્થિતિઓ સાથે મેળ બેસાડવાની સારી તક છે. આયર્લેન્ડ પછી ભારતની ટીમે ઇંગ્લેન્ડમાં ત્રણ ટ્વેંટી ટ્વેંટી, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.

તો આ મેચમાં ભારત તરફથી રમી રહેલા રોહિત શર્માએ ૬૧ બોલમાં ૯૭ રન કર્યા તો શિખર ધવને 45 બોલમાં ૭૪ રન કર્યા છે. રોહિત અને ધવને મળીને ૧૬૦ રનની ઓપનીંગ પાર્ટનરશીપ કરી હતી.