અમદાવાદમાં ખુલી દેશની સૌપ્રથમ સરકારી ‘ગુગલ સ્કુલ’

Spread the love

હાથમાં કાગળ – પુસ્તકની જગ્યાએ લેપટોપ, પેન – પેન્સિલને બદલે કી – બોર્ડ પર ચાલતી આંગળીઓ અને સામે બ્લેકબોર્ડની જગ્યાએ પ્રોજેક્ટરથી દર્શાવાઈ રહેલી અભ્યાસની સામગ્રી.

આ નજરો કોઈ પ્રાઈવેટ સ્કૂલનો નહી પરંતુ અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સરકારી ચાંદલોડિયા પ્રાથમિક સ્કૂલનો છે. હાં આ સરકારી સ્કુલ દેશની સૌથી પહેલી સરકારી ‘ગુગલ સ્કુલ’ બની ગઈ છે. ગુગલ તરફથી અહિયાં દેશમાં પ્રથવાર ગુગલ ફ્યુચર ક્લાસૃમ શરુ કરવામાં આવ્યા છે, જેમાં સ્કુલના બાળકો કાગળ – પુસ્તક, પેન પેન્સિલ છોડીને લેપટોપ અને કોમન ડોમેઈન પર બનેલા આઈડી દ્વારા ઓનલાઇન જ શિક્ષણ મેળવે છે.

ક્લાસરૂમ જ નહી પરંતુ ઘર પર આપવામાં આવતું હોમવર્ક પણ તેમને ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. તેઓ ક્લાસરૂમમાં અલગ અલગ પ્રોજેક્ટ પણ ઓનલાઈન લેપટોપ પર તૈયાર કરે છે અને પરીક્ષા પણ ઓનલાઈન જ આપે છે.

સ્કુલના પ્રિન્સીપાલ રાકેશ પટેલના જણાવ્યા અનુસાર, છઠ્ઠા અને આઠમાં ધોરણમાં ગુગલ કલાસરૂમ લાગુ કરવામાં આવ્યો છે. તેના માટે ઓછા વજનના ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલા ત્રીસ લેપટોપ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. જે દસ સેકન્ડમાં જ ચાલુ થઇ જાય છે અને તેની બેટરી સમગ્ર દિવસ ચાલે છે.

એક કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઈ ક્વોલિટી ઓડિયો સિસ્ટમ, ઈન્ટરનેટ, વાઈફાઈ, ડીવીડી પ્લેયર સહિતની સુવિધાઓ એક જ ઉપકરણમાં છે.સ્કુલમાં એક કોમન ડોમેઈન ‘સીપી સ્કુલ ડોટ કોમ ઓઆરજી ડોટ ઇન બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક શિક્ષક અને વિદ્યાર્થીઓનું ઈમેઈલ એકાઉન્ટ છે. તેના દ્વારા વિદ્યાર્થીઓ અહિયાં બેઠા બેઠા વિશ્વભરના વિધાર્થીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે.

ક્લાસરૂમમાં ટચ સ્ક્રિન પ્રોજેક્ટર, ઈયર ફોન, વેબ કેમેરા છે. તેના દ્વારા તાજેતરમાં જ વિદ્યાર્થીઓએ ગુગલ ઇન્ડિયાના એજ્યુકેશન હેડ વાણી ધ્વન સાથે હેંગઆઉટ પર વાતચીત કરી. વાણીના પૂછવા પર વિદ્યાર્થીઓ કહે છે કે તેમને ગુગલ ક્લાસરૂમમાં શિક્ષણ મેળવવું વધારે સારું લાગે છે. વિદ્યાર્થીઓ ગુગલ, જીમેઇલ, ડ્રાઈવ, ડોક, ફોર્મસ, શીટ્સ, સ્લાઈડ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

જિલ્લાના વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.પી. મહેતા કહે છે કે આ ક્લાસરૂમ ના માત્ર વિદ્યાર્થી પરંતુ શિક્ષક અને અભિભાવકો માટે પણ ડીજીટલ લર્નિંગ ઝોન છે. તેમાં ૨૧ મી સદીના ચાર કૌશલ ક્રીટીકલ થીંકીંગ, કમ્યુનિકેશન, કોલોબરેશન ઉપરાંતની ક્રિએટીવીટી વિકસિત થઇ રહી છે.