એકદમ ટાઈટ આઉટફિટમાં નીકળી એક્ટ્રેસ.. સામે આવી આ જોરદાર તસવીરો

Spread the love

જહાનવી કપૂર તાજેતરમાં જ ઘણા અલગ અંદાજમાં મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન જહાનવી એક ટાઈટ ફિટ ડ્રેસમાં જોવા મળી.

સૌ કોઈની નજર તેના પર એટલે પણ જઈ રહી હતી કે તે ડ્રેસ પણ સ્કીન કલરનો હતો, જે જહાનવીને એકદમ મેચિંગ હતો.

આ ડ્રેસમાં જહાનવી જોવા મળી તેની ઘણી ચર્ચા જોવા મળી અને જહાનવીના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા. તેના ચાહકોને પણ આ અંદાજ ઘણો પસંદ આવ્યો.

ન્યુડ કલરની આ ટાઈટ ફિટ ડ્રેસની સાથે જહાનવીએ લાઈટ મેકઅપ અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

તો આ સાથે તેણે હિલ્સની જગ્યાએ સ્નીક્ર્સ કેરી કર્યા હતા. તેની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં ઘણી થઇ હતી.

આ દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જહાનવી ત્યાં ઉભા એક બાળકની મદદ કરતી જોવા મળી રહી છે.

હકીકતમાં જેવી જહાનવી ગાડીમાંથી ઉતરીને જવા લાગી કે તેણે એક બાળકે રોકી લીધી અને કંઈક માંગવા લાગ્યો.

બાળકને જોઇને જહાનવી ગાડી પાસે પાછી ગઈ અને તે બાળક માટે ખાવાની વસ્તુના બે પેકેટ લેતી આવી.

એટલું જ નહી જહાનવીએ ગયા બાદ અંદરથી તે બાળકની માતા કે જે ત્યાં ફુગ્ગા વેચી રહી હતી તેના માટે કેટલાક રૂપિયા પણ મોકલ્યા.

આ પહેલી વખત નથી, જહાનવી કપૂર આ રીતે લોકોની મદદ કરતી ઘણી વખત જોવા મળેલી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જહાનવી કપૂર હવે તખ્તનું શુટિંગ શરુ કરી શકે છે. આ ઉપરાંત હવે નજીકના સમયમાં તેની ફિલ્મ ગુંજન સક્સેનાનું ટ્રેલર પણ આવી શકે છે.

જહાનવી કપૂર શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે, આ અગાઉ તે એક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ ચુકી છે.

જહાનવીએ અગાઉ એક વખત પહેરેલા આઉટફિટ પરથી પ્રાઈસ ટેગ નહોતું કાઢ્યું કે જે કેમેરામાં આવી જતા લોકોએ ઓનલાઈન તેનું મજાક ઉડાડ્યું હતું.