બ્રાહ્મણો હવે આધુનિકતાને પગલે, નદીકિનારાને બદલે એ.સી. હોલમાં યોજાયો જનોઈ બદલવાનો કાર્યક્રમ

Spread the love

યજ્ઞોપવીત બદલવાનું પર્વ

બ્રાહ્મણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવીત ધારણ કરતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત ગણપતિ પૂજન કરી, યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આવાહ્ન કરી, યજ્ઞોપવીત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરે છે અને જૂનાં યજ્ઞોપવીતને જળમાં પધરાવે છે.
જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પ્રતીક સમાન છે. આ બ્રહ્મગાંઠની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.
બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે “બદલતા આધુનિક જમાનામાં બ્રહ્મ સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમથી આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હોલ માં યોજાઈ ગયો કે જેમાં 500થી પણ વધુ બ્રહ્મપરિવારોએ વિધિ વિધાનથી ભાગ લિધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજનનો પણ લાભ લીધેલ”
17 તાલુકા મંડળના પ્રમુખ રશ્મિકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે “આ દિવસે બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે પહેલાના સમયમાં નદી કિનારે આ કાર્ય સંપન્ન કરવામાં આવતું હતું પરંતુ બદલાતા સમયની સાથે સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમ કેળવીને આધુનિકતાની સાથે કદમ મેળવતા આ જનોઇ બદલવાનું ધાર્મિક કાર્ય આધુનિક સુવિધાથી સજ્જ સમાજના  એર-કન્ડિશન હોલ માં સફળતાથી સંપન્ન થયેલ”
સંસ્થાના  વિશે માહિતી આપતા સર્વમંગલ ટ્રસ્ટ ના પ્રમુખ યગ્નેશભાઈ ત્રિવેદી એ જણાવેલ કે શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે તાજેતરમાજ  તા 15 ઔગસ્ટના રોજ ટ્રસ્ટ દ્વારા સમૂહ પાઠત્મક લઘુ રુદ્રનું આયોજન કરેલ હતું કે જેનો લાભ બ્રહ્મ સમાજના પરિવારો યજમાન બનીને લીધો હતો.
મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરના ગુરુજનોના આચાર્ય પદે આ યજ્ઞોપવીત બદલવાના પ્રસંગે ગજાનંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ ત્રિવેદી, હિતેશભાઈ પંડ્યા, મહેશભાઈ દવે, પ્રફુલભાઈ મેહતા, હસમુખભાઈ આચાર્ય, પ્રશાંત ત્રિવેદી,રમેશભાઈ વ્યાસ, જીતેન્દ્ર આચાર્ય, સૌમિલ રાવલ, નીરવ દવે, નિલેશ જોશી, નિલેષ ભટ્ટ, નિધિ ભટ્ટ, વિધિ ઠાકર,પ્રિયંકા ત્રિવેદી, નિપેશભાઈ જોશી,ધર્મેશ રાવલ, ડો જનક રાવલ, વૈકુંઠભાઈ વ્યાસ, ગૌતમ આચાર્ય્, ઝંકૃત આચાર્યની ઉપસ્થિતિ સહિત કામગીરી ઉલ્લેખનીય હતી
ભવદીય
હેમાંગ રાવલ
યુવા પ્રમુખ
9898233038