કર્ણાટક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય

Spread the love

તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપને 25 બેઠકો મળી તેમજ કોંગ્રેસ અને જેડીએસને માત્ર એક – એક બેઠક જ મળી. આવી હાલતમાં કોંગ્રેસ અને જેડીએસનો તો સફાયો જ થઇ ગયેલો કહેવાય.

હવે આવા પરિણામો આવ્યા ૨૩ મે, ૨૦૧૯ ના દિવસે અને કોંગ્રેસ – જેડીએસ માટે આટલા નિરાશાજનક પરિણામના બરાબર છઠ્ઠા દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે.

૨૯ મે ના રોજ કર્ણાટકમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ૩૧ મે ના રોજ પરિણામો આવે છે, જેમાં કોંગ્રેસ પ્રથમ નંબર પર રહે છે, તો આ ચૂંટણીમાં કોંગ્રેસ – જેડીએસ અલગ અલગ લડ્યા હોવા છતાં તેમનું ટોટલ તો ભાજપને મળેલી જીત કરતા ઘણું બધું વધારે રહે છે.

કોંગ્રેસ – જેડીએસ ભેગું કરીએ તો તે ભાજપ કરતા ઘણું આગળ રહ્યું છે, કોંગ્રેસને ૫૦૯ વોર્ડમાં જીત મળી ચુકી છે, જેડીએસને ૧૭૪ વોર્ડમાં અને ભાજપને માત્ર ૩૬૬ વોર્ડમાં જીત મળી છે.

56 નગર પાલિકાઓમાંથી કોંગ્રેસ 37, ભાજપ એનાથી અડધા કરતાં ય ઓછી 16 પાલિકા પર સત્તા મેળવશે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની ૬૩ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે.

કોંગ્રેસે મોટાભાગની સીટી મ્યુનિસિપાલીટી અને ટાઉન મ્યુનિસિપાલિટીમાં જીત મેળવી છે, તો ભાજપને નગર પંચાયતમાં જ જે કઈ જીત મળી છે તે મળી છે.

આ ચૂંટણી ટોટલ ૩૩ નગર નિગમ, ૨૨ તાલુકા પંચાયત અને નગર નિગમના ૧૩૬૧ વોર્ડમાં યોજાઈ હતી.

નોંધનીય છે કે હજુ થોડાક દિવસો પહેલા જ રાજ્યભરમાંથી કોંગ્રેસ અને જેડીએસનો સફાયો કરી નાખનારી પબ્લિક અચાનક કોંગ્રેસ અને જેડીએસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલો મોટો મેન્ડેટ આપી રહી છે.

કોંગ્રેસ અને જેડીએસનો કર્ણાટક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો વિજય થયો છે. તેમાં પણ આ ચૂંટણી તો મોટાભાગે શહેરી વિસ્તારોમાં જ યોજાઈ હતી અને ત્યાં પણ કોંગ્રેસે મોટી જીત મેળવી છે ત્યારે આ બાબત ઘણી ચોંકાવનારી છે.

કોંગ્રેસ અને વિરોધી પાર્ટીઓ ઈવીએમ ઉપર અગાઉ પણ પ્રશ્નો ઉઠાવી ચુક્યા છે, એક અઠવાડિયાની અંદર જ કોઈ રાજ્યની જનતાનું માનસ પરિવર્તન સંપૂર્ણ રીતે કઈ રીતે થઇ શકે, અને થાય તો પણ આટલી હદે ?