કર્ણાવતી ક્લબમાં કરવામાં આવ્યું ફિટનેસ ચેલેન્જનું આયોજન..

Spread the love

ગુજરાતના પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબ માં 12 ફેબ્રુઆરી સાંજે 5 વાગે એક ફીટનેસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ ધ અલ્ટીમેટ ફિટનેસ ચેલેન્જ 2019 આપવામાં આવ્યું છે.

જેમાં આશરે 600 જેટલા મેમ્બર્સ એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ ચેલેન્જમાં વિવિધ 5 એઇજ ગ્રૂપ બનાવમાં આવ્યા છે અને દરેક એઇજ ગ્રુપને અલગ અલગ ચેલેન્જ આપવામાં આવશે.

આ ચેલેન્જમાં મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલા કિરણ ડાભી પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા આવશે.

આ આયોજન કર્ણવતી ક્લબના ડાયરેક્ટર અને હેલ્થ ક્લબ કમિટીના ચેરમેન વિરલ જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

જેને લઈને હેલ્થ ક્લબ કમિટી ની મિટિંગ બોલવામાં આવી અને આ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો. જેમાં કમિટી મેમ્બર કૃતાર્થ દવે, સ્વેતા હુન્ડિયા, હિમાન્દ્રી દોશી, રીની બેન ઉપસ્થિત રહ્યા હતાં.