લોકસભાની ચૂંટણીમાં કોણ જીતશે તે ૨૩ મીએ નહીં પણ આવતીકાલે જ ખબર પડી જશે..!!

Spread the love

દેશભરમાં લોકસભાની ચૂંટણીનું છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન બાકી છે. છ રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે, આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ઘણો ચાલ્યો જો કે માહોલ જોઈએ એવો ના જામ્યો કારણકે મીડિયાએ બારેય મહિના ઓવર કવરેજ રાજકીય બાબતોને આપવાને કારણે ચૂંટણીમાં કઈ નવાઈ ના રહી.

સાતમાં તબક્કાના મતદાનના પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે, હવે મતદાન ૧૯ મે, ૨૦૧૯ ને રવિવારે છે. તો મત ગણતરી ૨૩ મે ના રોજ થશે અને ત્યારબાદ દેશમાં નવી સરકાર રચાશે.

૧૯ તારીખથી ૨૩ તારીખના સમયમાં અનુમાનો, ધારણાઓ, વિશ્લેષણ અને અસમંજસનો માહોલ બનેલો રહેશે. આ પરિસ્થિતિમાં સૌ એકબીજાને પ્રશ્નો કરશે કે કોની સરકાર બનશે ? કોણ પીએમ બનશે ?

જો કે આપની ઘણી દ્વિધાનો અંત આવતીકાલે જ એટલે કે છેલ્લા તબક્કાના મતદાન પૂર્ણ થવાના એક કલાક બાદ જ આવી જશે, કોણ જીતશે, કોની સરકાર બનશે તે આખરી તબક્કાના મતદાનના એક થી બે કલાકમાં જ ખ્યાલ આવી જશે.

આમ તો જનતાનો મુડ જાણવો અઘરો હોય છે પણ તજજ્ઞો અને નિષ્ણાતો તેમની રીતે ક્યાસ લગાવતા હોય છે, રીસર્ચ કરતા હોય છે અને એક્ઝીટ પોલ લાવતા હોય છે. આ એક્ઝીટ પોલમાં એજન્સીઓ જણાવતી હોય છે કે કોની સરકાર બનવાની અને પીએમ બનવાની શક્યતા વધુ છે.

જેમાં દરેક પક્ષ કેટલી બેઠકો લાવશે તે અંગેનો અહેવાલ હોય છે, આંકડા હોય છે અને ઘણીવાર બેઠકવાર અહેવાલ પણ હોય છે, અલગ અલગ એજન્સી અલગ અલગ આંકડાઓ આપતી હોય છે.

ઘણીવાર આવા એક્ઝીટ પોલ સાચા પડતા હોય છે તો ઘણીવાર ખોટા પણ પડતા હોય છે, પરંતુ ૧૯ તારીખે રવિવારે મતદાન પૂરું થયાના ગણતરીના કલાકોમાં વિવિધ ન્યુઝ મીડિયા ચેનલો અને એજન્સીઓ પર એક્ઝીટ પોલના આંકડાઓ આવતા જાણવા મળી શકે છે અને તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે કેન્દ્રમાં કોની સરકાર બની રહી છે.

આમ તમારે પરિણામ સુધી રાહ નહીં જોવી પડે કે કેન્દ્રમાં કોણ સરકાર બનાવી રહ્યું છે, આવતીકાલે શનિવારે સાંજે ૭ વાગ્યે ટીવી સામે રીમોટ લઈને બેસી જાવ અને અલગ અલગ ચેનલો ફેરવો એટલે ખ્યાલ આવી જશે.