લાઈસન્સથી લઈને તમારી સાથે એકપણ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ નહીં કપાય ચલણ.. જાણો કઈ રીતે

Spread the love

1 સપ્ટેમ્બરથી ટ્રાફિક ચલણની રકમમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. જો કે કેટલાક રાજ્યોમાં આ નિયમ હજુ લાગુ નથી થઇ શક્યો, કારણકે સોફ્ટવેરમાં અપડેટ નથી થયો.

હવે ધીમે ધીમે મોટાભાગના રાજ્યોમાં આ નિયમ લાગુ થઇ રહ્યો છે. નવા નિયમો લાગુ થયા બાદ કેટલાય લોકોના મોટી રકમોના ચલણ નીકળ્યા છે, પરંતુ જો તમારી પાસે એક મોબાઈલ એપ છે તો તમે ચલણથી બચી શકશો.

આવો જાણીએ તેના વિશે

હકીકતમાં ગત વર્ષે પરિવહન મંત્રાલયે આઈટી એક્ટની જોગવાઈઓનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે હવે ડ્રાઈવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અને ઇન્સ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરીજનલ કોપી ખરાઈ માટે લેવામાં ના આવે.

મંત્રાલયે કહ્યું હતું કે ડીજીલોકર અને એમ પરિવહન એપ પર રહેલા દસ્તાવેજોની ઈલેક્ટ્રોનિક કોપીને યોગ્ય માનવામાં આવશે.

કેન્દ્ર સરકારે રાજ્યોના પરિવહન વિભાગો અને ટ્રાફિક પોલીસને આ અંતર્ગત આદેશ આપતા કહ્યું હતું કે તેઓ સત્યાપન માટે દસ્તાવેજોની ઓરીજનલ કોપી ના લે.

તેવામાં હવે ટ્રાફિક પોલીસ પોતાની પાસે રહેલા મોબાઈલથી ડ્રાઈવર કે પરીવહનની જાણકારી કયુંઆર કોડ દ્વારા પોતાના ડાટાબેઝ નીકાળી શકે છે અને ડ્રાઈવર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ રેકોર્ડ રાખી શકે છે.

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે તમારા સ્માર્ટફોનમાં સૌથી પહેલા ડીજીલોકર અને એમ પરિવહન એપ ડાઉનલોડ કરવી પડશે.

ત્યારબાદ સાઈનઅપ કરવા માટે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવો પડશે.

પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે.

આ ઓટીપીને એન્ટર કરીને વેરીફાઈ કરવો. બીજા ચરણમાં લોગીન કરવા માટે તમારું યુઝર નેમ અને પાસવર્ડ સેટ કરવો પડશે.