આ દિવાળીમાં ઘરે જ બનાવો ‘કાજુ કતરી’, વાંચો એકદમ આસાન રીત

Spread the love

કાજૂ કતરી બનાવવા માટે સામગ્રી :

200 ગ્રામ કાજૂ

100 ગ્રામ ખાંડ

બે ચમચી ઘી

એલચીનો ભૂકો

ચાંદીની વરખ (જો લગાવવી હોય તો)

પાણી એક કપ.

બનાવવાની પદ્ધતિ :

સૌ પહેલા કાજૂને સાફ કરીને તેને સુકવી લો. બાદમાં તેને વાટીને તેનો પાવડર બનાવી લો.

એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો.

બાદમાં તે પાણીમાં ૧૦૦ ગ્રામ ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત  હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોંટી ના જાય.

જ્યારે 3 તારની ચાસણી બની જાય ત્યારે કઢાઈને ઉતારી લો અને તેમાં કાજુનો પાવડર નાખો.

ફરીથી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. મિક્સ થઇ જાય ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો.

હવે કાજૂકતરી જમાવવા માટે એક ટ્રે અથવા મોટી ડીશ લો. તેના તળિયે ઘી લગાવીને સારી રીતે ફેલાવી દો.

બાદમાં તેમાં ઉપર બનાવેલ પદ્ધતિથી કાજુકતરીનું મિશ્રણ ટ્રે / ડિશમાં નાખી દો. તેને ઘી તથા વેલણની મદદથી ચીકાશ રહે તેમ કરો. તથા વરખ ઉખડી ના જાય અને ચોંટી રહે તે માટે ઘી સાથે જ તેને ઉપર પાથરી દો.

અડધા કલાકની અંદર આ મિશ્રણ ઠરી જશે. ત્યારે સરસ મજાના ચોસલામાં તેને કટ કરી લ્યો.

કાજુ કતરી એટલે તેવી વાનગી કે જે મોટાભાગના લોકોને ભાવતી જ હોય, ઘણા લોકો મળશે જેમને ગળ્યું નહીં ભાવતું હોય, જેઓ મિઠાઈ નહીં ખાતા હોય પરંતુ કાજુ કતરી તો ખાતા જ હશે.

આ સિવાય કાજુ કતરી એક મહિના સુધી પણ બગડતી નથી જયારે કે માવાની મીઠાઇ ઘણી જલ્દી બગડી જતી હોય છે, તો તેને લાવવી લઇ જવી પણ એટલે સરળ રહે છે કે તે સુકી હોય છે. સ્વાદિષ્ટ હોવાથી તે સૌને પસંદ છે.