આતંકીઓના હાથે જીવ ગુમાવનાર શહીદ ઔરંગઝેબના બે ભાઈ ભારતીય સેનામાં જોડાયા..

Spread the love

હું મારા બધા જ ૬ દીકરાઓને ભારતીય સેના માટે સમર્પિત કરીશ – શહીદ ઔરંગઝેબના પિતા મહોમ્મદ હનીફે કહ્યું.

આ કહેવું છે તે પિતાનું જેમણે લગભગ એક વર્ષ અગાઉ આતંકીઓના હાથે પોતાના પુત્રને ગુમાવ્યો હતો. અને આજે તેમના બે વધુ પુત્રોએ સેનાની વર્ધી પહેરી લીધી.

૧૪ જુન ૨૦૧૮ ના રોજ ભારતીય સેનાના જવાન ઔરંગઝેબનું શબ્દ પુલવામાથી મળ્યું હતું. અને આ ઘટનાના લગભગ એક વર્ષ પછી તેમના ભાઈ મહોમ્મદ શબ્બીર અને મહોમ્મદ તારીક ભારતીય સેનામાં જોડાઈ ગયા હતા.

ગત વર્ષે ૧૪ જુને ઔરંગઝેબ ઇદની ઉજવણી કરવા પોતાના ગામડે જઈ રહ્યા હતા, જયારે પુલવામામાં આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું હતું.

અપહરણ બાદ જમ્મુ – કાશ્મીરની પોલીસે તપાસ શરુ કરી. શબ મળ્યું. શરીર પર અનેક ગોળીઓ વાગવાના અને ટોર્ચરના નિશાન મળ્યા.

ઔરંગઝેબના પિતાએ કહ્યું છે કે, મારા બન્ને દીકરાઓએ ટી.એ. બટાલીયન જોઈન કરી છે. જયારે ઔરંગઝેબ મર્યો હતો ત્યારે મેં રક્ષા મંત્રી અને ભારતીય સેનાના ઓફિસરોને કહ્યું હતું કે હું મારા ૬ એ ૬ પુત્રોને સેનાને માટે સમર્પિત કરીશ.

તેમણે આગળ તેવું પણ કહ્યું કે તેમના બન્ને પુત્ર ઔરંગઝેબની મોતનો બદલો લેશે.

શું હોય છે ટી.એ. બટાલિયન ?

ટેરીટોરીયલ આર્મી ભારતીય સેનાનો જ એક વિભાગ છે. સામાન્ય શ્રીકથી લઈને સિવિલ સર્વન્ટ સુધીના ભારતના દરેક અઢારથી બેતાલીશ વર્ષ સુધીના નાગરિક, જે શરીરથી સમર્થ હોય, તેમાં ભરતી થઇ શકે છે.

આ આપણી રક્ષા પંક્તિની સેકન્ડ લાઈન છે. યુદ્ધના સમયે ફ્રન્ટ લાઈનમાં તૈનાતી વખતે પણ તેનો ઉપયોગ થાય છે. ટેરીટોરીયલ આર્મીના સ્વયં સેવકોને પ્રતિ વર્ષ કેટલાક દિવસોનું સૈનિક પ્રશિક્ષણ આપવામાં આવે છે જેથી જરૂર પડ્યે દેશની રક્ષા માટે તેમની સેવા લઇ શકાય.

ઔરંગઝેબની માં રાજ બેગમે કહ્યું, ‘અમે કંઈપણ ખોટું થવાથી ડરીએ છીએ પરંતુ અમારા બન્ને દીકરા ભારતીય સેનામાં જોડાવા માંગતા હતાં.’

”અમારી ટ્રેનીંગ બાદ અમે આતંકવાદ વિરુદ્ધ લડીશું અને અમારા શહીદ ભાઈના મોતનો બદલો લઈશું.

આજે અમે ભારતીય સેનામાં જોડાઈને ગર્વ અનુભવી રહ્યા છીએ અને આપણા દેશ પર પણ ગર્વ અનુભવીએ છીએ. ઔરંગઝેબના પિતા મહોમ્મદ હનીફ જમ્મુ કાશ્મીરની સેનામાં એક સિપાહી હતા.